(રચના: પરમ પૂજ્ય આચાર્ય કમલસૂરી મ. સા.)
સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, ગિરી ભેટી પાવન થઈ એ,
સોરઠ દેશે જાત્રાનું મોટું ધામ છે…
ત્યા ધર્મશાળાઓ બહુ સોહે, મહેલાતો મનડાં મોહે,
એવું સુંદર પાલીતાણા ગામ છે…
સૌ ચાલો…
જ્યાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન વિરલા પાવે;
પ્રભુજીના પગલા પુનિત ને અભિરામ છે…
સૌ ચાલો…
જ્યાં ગિરિવર ચડતાં સમીપે, દેવાલય દિવ્યજ દીપે;
બંગાળી બાબુનું, અવિચળ એનુ નામ છે…
સૌ ચાલો…
જ્યા કુંડ વિસામો આવે, થાક્યા નો થાક ભુલાવે;
પરબો રૂડી, પાણીની ઠામો ઠામ છે…
સૌ ચાલો…
જ્યાં હડો આકરો આવે, કેડે દઈ હાથ ચઢાવે;
એવી દેવી, હિંગલાદે જેનું નામ છે…
સૌ ચાલો…
જ્યારે ગિરિવર ચડતા ભાવે, રામ પોળ છેલ્લે આવે;
ડોળીવાળા નું, વિસામાનુ ઠામ છે…
સૌ ચાલો…
જ્યાં શત્રુંજી નદી વહે છે, સૂરજકુંડ શોભા દે છે;
નહાયો નહીં, જે એનું જીવન બે બદામ છે…
સૌ ચાલો…
જ્યાં સોહે શાંતિ દાદા, સોળમા જિન ત્રિભુવન ભ્રાતા;
પોળે જાતાં, સૌ પહેલાં પ્રણામ છે…
સૌ ચાલો…
જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરી દે સુખશાતા;
કવડ જક્ષાદિ, સૌ દેવતા તમામ છે…
સૌ ચાલો…
જ્યાં આદીશ્વર બિરાજે, જે ભવની ભાવઠ ભાંગે;
પ્રભુજી પ્યારા, નિરાગી ને નિષ્કામ છે…
સૌ ચાલો…
જ્યાં સોહે પુંડરિક સ્વામી, ગિરૂઆ ગણધર ગુણગામી;
અંતરજામી, આતમના આરામ છે…
સૌ ચાલો…
જ્યાં રાયણ છાંયા નીલુડી, પ્રભુ પગલાં પરે પરે રૂડી;
શીતળકારી, એ વૃક્ષનો વિસામ છે…
સૌ ચાલો…
જ્યાં નિરખીને નવ ટૂંકો, જબ થાય પાતિક ભુક્કો;
દિવ્ય દેહરા, નાં અલૌકિક કામ છે…
સૌ ચાલો…
જ્યાં ગૃહિલીંગ સિદ્ધા અનંતા, સિદ્ધિ પદ પામ્યા સંતા;
પંચમ કાલે, એ મુક્તિનુ મુક્કામ છે…
સૌ ચાલો…
જ્યાં “કમલસૂરિ” ગુણ ગાવે, તો લાભ અનંત પાવે;
જાત્રા કરવા, મનડા ની મોટી હામ છે…
સૌ ચાલો…
(रचना: परम पूज्य आचार्य कमलसूरी म. सा.)
सौ चालो सिद्धगिरि जईए, गिरी भेटी पावन थई ए,
सोरठ देशे जात्रानुं मोटुं धाम छे…
त्या धर्मशाळाओ बहु सोहे, महेलातो मनडां मोहे,
एवुं सुंदर पालीताणा गाम छे…
सौ चालो…
ज्यां तळेटी पहेली आवे, गिरि दर्शन विरला पावे;
प्रभुजीना पगला पुनित ने अभिराम छे…
सौ चालो…
ज्यां गिरिवर चडतां समीपे, देवालय दिव्यज दीपे;
बंगाळी बाबुनुं, अविचळ एनु नाम छे…
सौ चालो…
ज्या कुंड विसामो आवे, थाक्या नो थाक भुलावे;
परबो रूडी, पाणीनी ठामो ठाम छे…
सौ चालो…
ज्यां हडो आकरो आवे, केडे दई हाथ चढावे;
एवी देवी, हिंगलादे जेनुं नाम छे…
सौ चालो…
ज्यारे गिरिवर चडता भावे, राम पोळ छेल्ले आवे;
डोळीवाळा नुं, विसामानु ठाम छे…
सौ चालो…
ज्यां शत्रुंजी नदी वहे छे, सूरजकुंड शोभा दे छे;
नहायो नहीं, जे एनुं जीवन बे बदाम छे…
सौ चालो…
ज्यां सोहे शांति दादा, सोळमा जिन त्रिभुवन भ्राता;
पोळे जातां, सौ पहेलां प्रणाम छे…
सौ चालो…
ज्यां चक्रेश्वरी छे माता, वाघेश्वरी दे सुखशाता;
कवड जक्षादि, सौ देवता तमाम छे…
सौ चालो…
ज्यां आदीश्वर बिराजे, जे भवनी भावठ भांगे;
प्रभुजी प्यारा, निरागी ने निष्काम छे…
सौ चालो…
ज्यां सोहे पुंडरिक स्वामी, गिरूआ गणधर गुणगामी;
अंतरजामी, आतमना आराम छे…
सौ चालो…
ज्यां रायण छांया नीलुडी, प्रभु पगलां परे परे रूडी;
शीतळकारी, ए वृक्षनो विसाम छे…
सौ चालो…
ज्यां निरखीने नव टूंको, जब थाय पातिक भुक्को;
दिव्य देहरा, नां अलौकिक काम छे…
सौ चालो…
ज्यां गृहिलींग सिद्धा अनंता, सिद्धि पद पाम्या संता;
पंचम काले, ए मुक्तिनु मुक्काम छे…
सौ चालो…
ज्यां “कमलसूरि” गुण गावे, तो लाभ अनंत पावे;
जात्रा करवा, मनडा नी मोटी हाम छे…
सौ चालो…