(રાગ : વિરતીધર નો વેષ પ્યારો)
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે,
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે…
આજ અનંતા સિધ્ધો નો એહસાન લાગે છે,
શાશ્વતા-સુખના અહીં સન્માન લાગે છે…
સિધ્ધાચલ દરબાર…
કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂઆબ,
શત્રુંજય ના બાગનું શ્રી ઋષભજી છે ગુલાબ,
ફુલોના જુલામાં કોઈ મહેમાન લાગે છે… (૨ વાર)
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે… (૨ વાર)
સિધ્ધાચલ દરબાર…
કોઈ જે ના આપે એતો સઘળું આપે છે,
મારા ઋષભજી તોહ મારુ ધ્યાન રાખે છે,
એના હૈયે કરુણા નું મહાગાન લાગે છે, (૨ વાર)
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે… (૨ વાર)
સિધ્ધાચલ દરબાર…
જુઓ ગગન નો સંગ કરે છે ગરવો ગિરિરાજ,
ધરતી ને આકાશ પર છે ઋષભજી નું રાજ,
ભારત ની ભૂમિ નું આ વરદાન લાગે છે, (૨ વાર)
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે… (૨ વાર)
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે…
રોજ સવારે આંખો જુએ સૂર્યોદય ને સંગ,
ઋષભજી ની ગુણકીર્તિ નો ઉછળ તો ઉમંગ,
તીરથ નું આ તીરથ આલીશાન લાગે છે, (૨ વાર)
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે… (૨ વાર)
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે… (૩ વાર)
(तर्ज : विरतीधर नो वेष प्यारो)
सिध्धाचल दरबार जाजरमान लागे छे,
राजा ऋषभदेव महेरबान लागे छे…
आज अनंता सिध्धो नो एहसान लागे छे,
शाश्वता-सुखना अहीं सन्मान लागे छे…
सिध्धाचल दरबार…
केवो एनो ठाठ छे ने केवो छे रूआब,
शत्रुंजय ना बागनुं श्री ऋषभजी छे गुलाब,
फुलोना जुलामां कोई महेमान लागे छे… (२ वार)
राजा ऋषभदेव महेरबान लागे छे… (२ वार)
सिध्धाचल दरबार…
कोई जे ना आपे एतो सघळुं आपे छे,
मारा ऋषभजी तोह मारु ध्यान राखे छे,
एना हैये करुणा नुं महागान लागे छे, (२ वार)
राजा ऋषभदेव महेरबान लागे छे… (२ वार)
सिध्धाचल दरबार…
जुओ गगन नो संग करे छे गरवो गिरिराज,
धरती ने आकाश पर छे ऋषभजी नुं राज,
भारत नी भूमि नुं आ वरदान लागे छे, (२ वार)
सिध्धाचल दरबार जाजरमान लागे छे… (२ वार)
राजा ऋषभदेव महेरबान लागे छे…
रोज सवारे आंखो जुए सूर्योदय ने संग,
ऋषभजी नी गुणकीर्ति नो उछळ तो उमंग,
तीरथ नुं आ तीरथ आलीशान लागे छे, (२ वार)
सिध्धाचल दरबार जाजरमान लागे छे… (२ वार)
राजा ऋषभदेव महेरबान लागे छे… (३ वार)