શબ્દમાં સમાય નહિ એવો તું મહાન,
કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન
હો…. ફૂલડાનાં બગીચામાં ખીલે ઘણાં ફૂલો
સુઘવા આવેતો ભ્રમર પડે એમાં ભૂલો
એમ તારી સૂરભિ ભૂલાવે મને ભાન (૨ વાર)
હો… અંબરમાં ચમકે અસંખ્ય સિતારા
પાર કદી પામે નહિ,એને ગુણનારા (૨ વાર)
એકપછી એક તારા ઉંચા પરિમાણ (૨ વાર)
કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન
હો…. વણથભ્યા મોજા આવે સરોવરને તીરે
જોતા જોતા મનડુ ધરાય લગીરે
ગુણ તારા ઝાંઝાને થોડું મારૂ જ્ઞાનાન (૨ વાર)
કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન….
शब्दमां समाय नहि एवो तुं महान,
केम करी गाउ प्रभु तारा गुण गान
हो…. फूलडानां बगीचामां खीले घणां फूलो
सुघवा आवेतो भ्रमर पडे एमां भूलो
एम तारी सूरभि भूलावे मने भान (२ बार)
हो… अंबरमां चमके असंख्य सितारा
पार कदी पामे नहि,एने गुणनारा (२ बार)
एकपछी एक तारा उंचा परिमाण (२ बार)
केम करी गाउ प्रभु तारा गुण गान
हो…. वणथभ्या मोजा आवे सरोवरने तीरे
जोता जोता मनडु धराय लगीरे
गुण तारा झांझाने थोडुं मारू ज्ञानान (२ बार)
केम करी गाउ प्रभु तारा गुण गान….


