શ્રી પદ્મપ્રભુ જિન નામને રે, જાઉં હું બલિહાર,
નામ જપંતા દિહા ગમું રે, ભવ ભય ભંજનહાર
હો નામ જપંતા… (૧)
નામ જપંતા મન ઉલ્લસે રે, લોચન વિકસિત હોય,
રોમાંચિત હુયેં દેહડી રે, જાણે મિલિયો સોય
નામ જપંતા… (૨)
પંચમ કાળે પામવો રે, દુર્લભ પ્રભુ દેદાર,
તોહે તેહના નામનો રે, છે મોટો આધાર
નામ જપંતા… (૩)
નામ ગ્રહ્યે આવી મિલે રે, મન ભીતર ભગવાન,
મંત્ર બળે જિમ દેવતા રે, વાહલો કીધો આહ્વાન
નામ જપંતા… (૪)
ધ્યાન પદસ્થપ્રભાવથી રે, ચાખ્યો અનુભવ સ્વાદ,
માનવવિજય વાચક કહે રે, મૂકો બીજો વાદ
નામ જપંતા… (૫)
श्री पद्मप्रभु जिन नामने रे, जाउं हुं बलिहार,
नाम जपंता दिहा गमुं रे, भव भय भंजनहार
हो नाम जपंता… (१)
नाम जपंता मन उल्लसे रे, लोचन विकसित होय,
रोमांचित हुयें देहडी रे, जाणे मिलियो सोय
नाम जपंता… (२)
पंचम काळे पामवो रे, दुर्लभ प्रभु देदार,
तोहे तेहना नामनो रे, छे मोटो आधार
नाम जपंता… (३)
नाम ग्रह्ये आवी मिले रे, मन भीतर भगवान,
मंत्र बळे जिम देवता रे, वाहलो कीधो आह्वान
नाम जपंता… (४)
ध्यान पदस्थप्रभावथी रे, चाख्यो अनुभव स्वाद,
मानवविजय वाचक कहे रे, मूको बीजो वाद
नाम जपंता… (५)
