(રાગ : હાલો હાલો મારા નંદને રે)
માતા વામાદે બોલાવે જમવા પાર્શ્વને રે,
જમવા વેલા થઈ છે રમવાને શીદ જાય;
ચાલો તાત તુમારા બહુ થાયે ઉતાવલા રે,
વહેલા હાલોને ભોજનીયા ટાઢા થાય…
માતા વામાદે… (૧)
માઁનું વચન સુણીને, જમવાને બહુ પ્રેમશું રે,
બુદ્ધિ બાજોઠ ઢાલીને બેઠા થઈ હોશિયાર;
વિનય થાળ અજુવાળી લાલન આગળ મૂકીયો રે,
વિવેક વાટકિયો શોભાવે થાળ મોઝાર…
માતા વામાદે… (૨)
સમકિત શેલડીના છોલીને ગાંઠા મૂકીયા રે,
દાનના દાડમ દાણા ફોલી આપ્યા ખાસ;
સમતા સીતાફળ નો રસ પીજો બહુ રાજીયા રે,
જુગતે જામફળ આરોગોને પ્યારા પાસ…
માતા વામાદે… (૩)
મારા નાનડીયાને ચોખા ચિત્તના ચુરમા રે,
સુમતિ સાકર ઉપર ભાવશું ભેલવ્યું ઘૃત;
ભક્તિ ભજીયાં પીરસ્યા પાસકુમારને પ્રેમશું રે,
અનુભવ અથાણા ચાખોને રાખો શરત…
માતા વામાદે… (૪)
પ્રભુને ગુણ ગુંજાને જ્ઞાન ગુંદવડા પીરસ્યા રે,
પ્રેમના પેંડા જમજો માન વધારણ કાજ;
જાણપણાની જલેબી જમતાં ભાંગે ભૂખડી રે,
દયા દૂધપાક અમીરસ આરોગોને આજ…
માતા વામાદે… (૫)
સંતોષ શીરો ને વળી પુન્યની પુરી પીરસી રે,
સંવેગ શાક ભલાં છે દાતાર ઢીલી દાળ;
મોટાઈ માલપુઆ ને પ્રભાવનાના પુડલા રે,
વિચાર વડી વઘારી જમજો મારા લાલ…
માતા વામાદે… (૬)
રૂચી રાયતાં રૂડાં પવિત્ર પાપડ પીરસ્યાં રે,
ચતુરાઈ ચોખા ઓસાવી આણ્યા છે ભરપૂર;
ઉપર ઇન્દ્રિયદમન દૂધ તપ તાપે તાતું કરી રે,
પ્રીતે પીરસ્યું જમજો જગજીવન સહનૂર…
માતા વામાદે… (૭)
પ્રીતિ પાણી પીધાં પ્રભાવતીના હાથથી રે,
તત્ત્વ તંબોલ લીધાં શીયળ સોપારી સાથ;
અક્કલ એલાયચી આપીને માતા મુખ વદે રે,
ત્રિભુવન તારી તરજો જગજીવન જગનાથ…
માતા વામાદે… (૮)
પ્રભુનાં થાલ તણાં જે ગુણ ગાવે ને સાંભળે રે,
ભેદ ભેદાંતર સમજે જ્ઞાની તે કહેવાય;
ગુરૂ ગુમાન વિજયનો શિષ્ય કહે શિરનામીને રે,
‘સૌભાગ્યવિજય’ થાએ, ગુણ ગાવે જે સદાય…
માતા વામાદે… (૯)
(राग : हालो हालो मारा नंदने रे)
माता वामादे बोलावे जमवा पार्श्वने रे,
जमवा वेला थई छे रमवाने शीद जाय;
चालो तात तुमारा बहु थाये उतावला रे,
वहेला हालोने भोजनीया टाढा थाय…
माता वामादे… (१)
माँनुं वचन सुणीने, जमवाने बहु प्रेमशुं रे,
बुद्धि बाजोठ ढालीने बेठा थई होशियार;
विनय थाळ अजुवाळी लालन आगळ मूकीयो रे,
विवेक वाटकियो शोभावे थाळ मोझार…
माता वामादे… (२)
समकित शेलडीना छोलीने गांठा मूकीया रे,
दानना दाडम दाणा फोली आप्या खास;
समता सीताफळ नो रस पीजो बहु राजीया रे,
जुगते जामफळ आरोगोने प्यारा पास…
माता वामादे… (३)
मारा नानडीयाने चोखा चित्तना चुरमा रे,
सुमति साकर उपर भावशुं भेलव्युं घृत;
भक्ति भजीयां पीरस्या पासकुमारने प्रेमशुं रे,
अनुभव अथाणा चाखोने राखो शरत…
माता वामादे… (४)
प्रभुने गुण गुंजाने ज्ञान गुंदवडा पीरस्या रे,
प्रेमना पेंडा जमजो मान वधारण काज;
जाणपणानी जलेबी जमतां भांगे भूखडी रे,
दया दूधपाक अमीरस आरोगोने आज…
माता वामादे… (५)
संतोष शीरो ने वळी पुन्यनी पुरी पीरसी रे,
संवेग शाक भलां छे दातार ढीली दाळ;
मोटाई मालपुआ ने प्रभावनाना पुडला रे,
विचार वडी वघारी जमजो मारा लाल…
माता वामादे… (६)
रूची रायतां रूडां पवित्र पापड पीरस्यां रे,
चतुराई चोखा ओसावी आण्या छे भरपूर;
उपर इन्द्रियदमन दूध तप तापे तातुं करी रे,
प्रीते पीरस्युं जमजो जगजीवन सहनूर…
माता वामादे… (७)
प्रीति पाणी पीधां प्रभावतीना हाथथी रे,
तत्त्व तंबोल लीधां शीयळ सोपारी साथ;
अक्कल एलायची आपीने माता मुख वदे रे,
त्रिभुवन तारी तरजो जगजीवन जगनाथ…
माता वामादे… (८)
प्रभुनां थाल तणां जे गुण गावे ने सांभळे रे,
भेद भेदांतर समजे ज्ञानी ते कहेवाय;
गुरू गुमान विजयनो शिष्य कहे शिरनामीने रे,
‘सौभाग्यविजय’ थाए, गुण गावे जे सदाय…
माता वामादे… (९)