(રચના : પ.પૂ. અજીતયશ સુરીશ્વરજી મ.સા.)
(રાગ : જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી)
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે,
ભક્તજનોના, મનમંદિરના, અંતર્યામી છે,
વામાજીના નંદન મુજ મન–વિસરામી છે…
તમે ત્રણ..લોકે પૂજાયા, હાં પૂજાયા,
શંખેશ્વરદાદા મુજ મનમંદિર આયા,
વિશ્વનું મંગલ કરવા, હા કરવા,
કલિકાલે છો કલ્પવૃક્ષની છાયા,
શંખેશ્વર, દાદાનો–વિશ્વાસ અનેરો છે,
દુખ સંકટની વચ્ચે, સંરક્ષણ પહેરો છે…
શંખેશ્વર સ્વામી તો…
અભિષેક.. ઘારા–વરસતી, હાં વરસતી,
સારી દુનિયા તો અને જોવા તરસતી,
ભાવોની ભરતી ચઢતી, હા ચઢતી,
નૈયા ભક્તોની એને–સહારે તરતી,
વિહનોને, હરનારું, સ્નાત્ર તમારું છે,
તેજ ભરેલું મુખડું તારું, પ્રાણ પ્યારું છે…
શંખેશ્વર સ્વામી તો…
તુજ ચ્યવન–જન્મને દીક્ષા, હા દીક્ષા,
પ્રીતિ ભક્તિને વિરતિની હિતશિક્ષા,
તારું કેવલજ્ઞાન કલ્યાણક, હાં કલ્યાણક,
સમવસરણે બોલાવો આ બાલક,
ક્ષપક શ્રેણી, મંડાવો, આપો કેવલજ્ઞાન,
તુજ નિર્વાણે હું પણ પામું, તુજ ચરણે નિર્વાણ…
શંખેશ્વર સ્વામી તો…
સંયમ સુવર્ણ વર્ષે, હા વર્ષે,
આવ્યો છું તુજ ચરણોમાં હર્ષે,
તું રોમે રોમે વસજે, હાં વસજે,
તારી–ભક્તિથી મુજ સહુ કાર્યો સરશે,
શંખેશ્વર, સર્વેશ્વર, રટણા જાગી છે,
એ રટણાએ મારી, મોહજરા ભાગી છે…
શંખેશ્વર સ્વામી તો…
આત્મ–કમલમાં લબ્ધિ, હાં લબ્ધિ,
તુજ કૃપાએ થાયે એ ઉપલબ્ધિ,
તુજ–અનુપમ વિક્રમ આપો, હાં આપો,
અજિત સંસ્કારને તુજ પદપદ્મે સ્થાપો,
વિનંતિ, ઉર–ઘરજો, તું જગનામી છે,
તુંજ પ્રભુ મુજ સુરજ–ચંદા તું હિતકામી છે…
શંખેશ્વર સ્વામી તો…
(रचना : प.पू. अजीतयश सुरीश्वरजी म.सा.)
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे,
भक्तजनोना, मनमंदिरना, अंतर्यामी छे,
वामाजीना नंदन मुज मन–विसरामी छे…
तमे त्रण..लोके पूजाया, हां पूजाया,
शंखेश्वरदादा मुज मनमंदिर आया,
विश्वनुं मंगल करवा, हा करवा,
कलिकाले छो कल्पवृक्षनी छाया,
शंखेश्वर, दादानो–विश्वास अनेरो छे,
दुख संकटनी वच्चे, संरक्षण पहेरो छे…
शंखेश्वर स्वामी तो…
अभिषेक.. घारा–वरसती, हां वरसती,
सारी दुनिया तो अने जोवा तरसती,
भावोनी भरती चढती, हा चढती,
नैया भक्तोनी एने–सहारे तरती,
विहनोने, हरनारुं, स्नात्र तमारुं छे,
तेज भरेलुं मुखडुं तारुं, प्राण प्यारुं छे…
शंखेश्वर स्वामी तो…
तुज च्यवन–जन्मने दीक्षा, हा दीक्षा,
प्रीति भक्तिने विरतिनी हितशिक्षा,
तारुं केवलज्ञान कल्याणक, हां कल्याणक,
समवसरणे बोलावो आ बालक,
क्षपक श्रेणी, मंडावो, आपो केवलज्ञान,
तुज निर्वाणे हुं पण पामुं, तुज चरणे निर्वाण…
शंखेश्वर स्वामी तो…
संयम सुवर्ण वर्षे, हा वर्षे,
आव्यो छुं तुज चरणोमां हर्षे,
तुं रोमे रोमे वसजे, हां वसजे,
तारी–भक्तिथी मुज सहु कार्यो सरशे,
शंखेश्वर, सर्वेश्वर, रटणा जागी छे,
ए रटणाए मारी, मोहजरा भागी छे…
शंखेश्वर स्वामी तो…
आत्म–कमलमां लब्धि, हां लब्धि,
तुज कृपाए थाये ए उपलब्धि,
तुज–अनुपम विक्रम आपो, हां आपो,
अजित संस्कारने तुज पदपद्मे स्थापो,
विनंति, उर–घरजो, तुं जगनामी छे,
तुंज प्रभु मुज सुरज–चंदा तुं हितकामी छे…
शंखेश्वर स्वामी तो…


