(રાગ : મેં તેનું સમજાવા કી)
સુકોમળ કાયા છે, સુખોની છાયા છે,
સહુ નો ત્યાગ કરે, પરમ વૈરાગ ધરે,
લગની લાગી સંયમ જીવનની…
સુકોમળ…
ધનના ઢગલા રોકી શકે ના, ના સ્વજનોની માયા,
ના અટકાવે યૌવન ના ને, કલિયુગના પડછાયા,
આતમ આંખોં, મનની પાંખો,
ચાહે તરવા. સહુનો ત્યાગ કરે.. પરમ વૈરાગ ધરે..
લગની લાગી સંયમની…
સુકોમળ… (૧)
ગુરુવર પાસે જ્ઞાન લહીને, ભવજંગલને જાણ્યુ,
ભૌતિકતાના ભારની વચ્ચે, અધ્યાતમ જે માણ્યુ,
સુખ ને છોડ઼ી, સંયમ પંથે,
વહે વીરલા સહુનો ત્યાગ કરે..પરમ વૈરાગ ધરે..
લગની લાગી સંયમની…
સુકોમળ… (૨)
પુણ્યોદયથી આજ તમારી આતમ દૃષ્ટિ જાગી,
ભાગ્યોદયથી રાગ તજીને આપ થયા વૈરાગી,
તન-મન-ધન ગુરુચરણે,
હવે ધરવા સહુનો ત્યાગ કરે.. પરમ વૈરાગ ધરે..
લગની લાગી સંયમની…
સુકોમળ… (૩)
ડગલે – પગલે ઉપસર્ગોને કષ્ટોની વણઝારો,
સજ્જ થઈને સાધક ચાલ્યા, મનમાં એક જ નારો,
મુક્તિ કેરા, મારગડે,
વહે વીરલા સહુનો ત્યાગ કરે…
લગની લાગી સંયમની…
સુકોમળ… (૪)
સમરાંગણમાં મોહ અરિની સામે, ‘ જય જય પામો,
કર્મ ખપાવી, આતમસુખના ધામે, આપ વિરામો,
જય જય હો મંગલ હો,
વહે વયણા સહુનો ત્યાગ કરે…
લગની લાગી સંયમની…
સુકોમળ… (૫)
(राग : में तेनुं समजावा की)
सुकोमळ काया छे, सुखोनी छाया छे,
सहु नो त्याग करे, परम वैराग धरे,
लगनी लागी संयम जीवननी…
सुकोमळ…
धनना ढगला रोकी शके ना, ना स्वजनोनी माया,
ना अटकावे यौवन ना ने, कलियुगना पडछाया,
आतम आंखों, मननी पांखो,
चाहे तरवा. सहुनो त्याग करे.. परम वैराग धरे..
लगनी लागी संयमनी…
सुकोमळ… (१)
गुरुवर पासे ज्ञान लहीने, भवजंगलने जाण्यु,
भौतिकताना भारनी वच्चे, अध्यातम जे माण्यु,
सुख ने छोड़ी, संयम पंथे,
वहे वीरला सहुनो त्याग करे..परम वैराग धरे..
लगनी लागी संयमनी…
सुकोमळ… (२)
पुण्योदयथी आज तमारी आतम दृष्टि जागी,
भाग्योदयथी राग तजीने आप थया वैरागी,
तन-मन-धन गुरुचरणे,
हवे धरवा सहुनो त्याग करे.. परम वैराग धरे..
लगनी लागी संयमनी…
सुकोमळ… (३)
डगले – पगले उपसर्गोने कष्टोनी वणझारो,
सज्ज थईने साधक चाल्या, मनमां एक ज नारो,
मुक्ति केरा, मारगडे,
वहे वीरला सहुनो त्याग करे…
लगनी लागी संयमनी…
सुकोमळ… (४)
समरांगणमां मोह अरिनी सामे, ‘ जय जय पामो,
कर्म खपावी, आतमसुखना धामे, आप विरामो,
जय जय हो मंगल हो,
वहे वयणा सहुनो त्याग करे…
लगनी लागी संयमनी…
सुकोमळ… (५)