“આવ્યો છું પ્રભુ તારે દ્વારે…
દર્શન દો મુક્તિ દો…
આ સંસાર ની માયા થી…
મુક્તિ દો દર્શન દો"
તારા શરણે આવ્યો છું સ્વીકારી લે
મને લઇ જા પ્રભુ તારા ધામમાં (૨ વાર)
તારું શરણું પ્રભુ હું સ્વીકારું છું
મને લઇ જા પ્રભુ તારા ધામમાં (૨ વાર)
લાવી દ્યો નૈયા પ્રભજી કિનારે,
ફસાયો છું હું પ્રભુજી આ ચકરાવે
મારા તારણહાર મને તારી લ્યો (૨ વાર)
મને લઇ જા પ્રભુ તારા ધામમાં
હો મને લઇ જા…
તારે મંદિરિયે દેવતાઓ આવે
દેવતાઓ આવે તારી ધૂન મચાવે
મારે પ્રભુ તારું ગીતડું ગાવું છે (૨ વાર)
મને લઇ જા પ્રભુ તારા ધામમાં
હો મને લઇ જા…
તારે મંદિરિયે નોબત વાગે
નોબત વાગે સૌના આતમ જાગે
મારે પ્રભુ તારી ભક્તિમાં ભીંજાવું છે (૨ વાર)
મને લઇ જા પ્રભુ તારા ધામમાં
હો મને લઇ જા…
“आव्यो छुं प्रभु तारे द्वारे…
दर्शन दो मुक्ति दो…
आ संसार नी माया थी…
मुक्ति दो दर्शन दो"
तारा शरणे आव्यो छुं स्वीकारी ले
मने लइ जा प्रभु तारा धाममां (२ बार)
तारुं शरणुं प्रभु हुं स्वीकारुं छुं
मने लइ जा प्रभु तारा धाममां (२ बार)
लावी द्यो नैया प्रभजी किनारे,
फसायो छुं हुं प्रभुजी आ चकरावे
मारा तारणहार मने तारी ल्यो (२ बार)
मने लइ जा प्रभु तारा धाममां
हो मने लइ जा…
तारे मंदिरिये देवताओ आवे
देवताओ आवे तारी धून मचावे
मारे प्रभु तारुं गीतडुं गावुं छे (२ बार)
मने लइ जा प्रभु तारा धाममां
हो मने लइ जा…
तारे मंदिरिये नोबत वागे
नोबत वागे सौना आतम जागे
मारे प्रभु तारी भक्तिमां भींजावुं छे (२ बार)
मने लइ जा प्रभु तारा धाममां
हो मने लइ जा…


