તારે દ્વારે આવી ને કોઈ ખાલી હાથે જાય ના
કરુનાનિધાન કરુનાનિધાન…
આ દુનિયામા કોઈ નથી રે તુજ સરીખો દાતાર,
અપરંપાર દયા છે તારી તારા હાથ હજાર,
તારી જ્યોતિ પામીને કોઈ અંધારે અટવાય ના ૧.
કરુનાનિધાન…
શરણે આવેલાનો સાચો તું છે આધાર
ડગમગતી જીવન નૈયાનો તૂ છે તારણહાર
તારે પંથે જનારો કધિયે, ભવરણ માં ભટકાય ના ૨.
કરુનાનિધાન…
ખુટે નહીં કદાપી એવો તારો પ્રેમ ખજાનોં
મુક્તીનો મારગ બતલાવે, એવો પંથ મજાનો
તારે શરણે જે કોઈ આવે, રંક પણ રહી જાય ના ૩.
કરુનાનિધાન…
तारे द्वारे आवी ने कोई खाली हाथे जाय ना
करुनानिधान करुनानिधान…
आ दुनियामा कोई नथी रे तुज सरीखो दातार,
अपरंपार दया छे तारी तारा हाथ हजार,
तारी ज्योति पामीने कोई अंधारे अटवाय ना १.
करुनानिधान…
शरणे आवेलानो साचो तुं छे आधार
डगमगती जीवन नैयानो तू छे तारणहार
तारे पंथे जनारो कधिये, भवरण मां भटकाय ना २.
करुनानिधान…
खुटे नहीं कदापी एवो तारो प्रेम खजानों
मुक्तीनो मारग बतलावे, एवो पंथ मजानो
तारे शरणे जे कोई आवे, रंक पण रही जाय ना ३.
करुनानिधान…


