(રચના: પ.પૂ. શ્રી ઉદયરત્ન વિજયજી મ. સા.)
મારા હોઠે ને હૈયે ઊગે છે સ્તવન…
તારી ફૂલોની પૂજાથી મહેંકે છે મન,
તને જોવા ફૂલોએ ઉઘાડ્યા નયન
તારી ફૂલોની પૂજાથી મહેંકે છે મન…
તારા શ્વાસે ફૂલો, આસપાસે ફૂલો,
સારી દેવોની દુનિયા વરસાવે ફૂલો,
તું વિચરે ત્યાં વિકસે ગુલાબી જીવન…
તારી…
કોઈ મઘમઘતા ફૂલોની આંગી રચે,
વનરાજી ફૂલોથી રંગોળી રચે,
તને અડકીને થાતો સુવાસી પવન…
તારી…
ઓલા ભમરાઓ રઢિયાળું રણઝણ કરે,
મને લાગે ફૂલો તારું સુમિરન કરે,
તારી સ્તવનાથી ખીલે છે ઉદયરતન…
તારી…
(रचना: प.पू. श्री उदयरत्न विजयजी म. सा.)
मारा होठे ने हैये ऊगे छे स्तवन…
तारी फूलोनी पूजाथी महेंके छे मन,
तने जोवा फूलोए उघाड्या नयन
तारी फूलोनी पूजाथी महेंके छे मन…
तारा श्वासे फूलो, आसपासे फूलो,
सारी देवोनी दुनिया वरसावे फूलो,
तुं विचरे त्यां विकसे गुलाबी जीवन…
तारी…
कोई मघमघता फूलोनी आंगी रचे,
वनराजी फूलोथी रंगोळी रचे,
तने अडकीने थातो सुवासी पवन…
तारी…
ओला भमराओ रढियाळुं रणझण करे,
मने लागे फूलो तारुं सुमिरन करे,
तारी स्तवनाथी खीले छे उदयरतन…
तारी…


