(રચના : ધનંજય વિજયજી મ.સા.)
તું ખૂબ મને ગમે છે, મારા વ્હાલા પ્રભુ
મારા દિલમાં તું રમે છે, કામણગારા પ્રભુ
જોઈ તારા નયનો, મન ઘેલું બન્યુ,
ચૂપકેથી કહું છું, તને Love You પ્રભુ…
તું ખૂબ મને…
તમારા દર્શનથી, રોમ મારા ખીલે
તમારી શીતલ છાયા, ભવોભવ જો મિલે
જીવન કરું સમર્પણ, કહું Thank You પ્રભુ
તું ખૂબ મને…
“નાથ મારા પામવા તુજને, બુદ્ધિને થયો છે વ્હેમ
કોઈને નહીં કહેશો તમે, બસ હું જાણું છું કેમ
ચાહું ચિત્તથી પ્રભુજી-તને, જેમ રાજુલ ચાહે નેમ,
ધબક્યું હૃદય જોતા તને, થયો પહેલી નજરે પ્રેમ"
સપનામાં આવી જા, તુજને યાદ કરૂં
ઉપકારો કર્યા-તે-અનંતા, પલ પલ સમરૂં
ભીની આંખેથી કહું-છું, તને Miss You પ્રભુ!
તું ખૂબ મને…
(रचना : धनंजय विजयजी म.सा.)
तुं खूब मने गमे छे, मारा व्हाला प्रभु
मारा दिलमां तुं रमे छे, कामणगारा प्रभु
जोई तारा नयनो, मन घेलुं बन्यु,
चूपकेथी कहुं छुं, तने Love You प्रभु…
तुं खूब मने…
तमारा दर्शनथी, रोम मारा खीले
तमारी शीतल छाया, भवोभव जो मिले,
जीवन करुं समर्पण, कहुं Thank You प्रभु
तुं खूब मने…
“नाथ मारा पामवा तुजने, बुद्धिने थयो छे व्हेम
कोईने नहीं कहेशो तमे, बस हुं जाणुं छुं केम
चाहुं चित्तथी प्रभुजी-तने, जेम राजुल चाहे नेम,
धबक्युं हृदय जोता तने, थयो पहेली नजरे प्रेम"
सपनामां आवी जा, तुजने याद करूं
उपकारो कर्या-ते-अनंता, पल पल समरूं
भीनी आंखेथी कहुं-छुं, तने Miss You प्रभु!
तुं खूब मने…