(રાગ : હરિગીત છંદ)
કર્મોં ઉપાર્જ્યા જે ઘણા અજ્ઞાનથી આવેશથી
તે સર્વે પાપ વિનાશ થાઓ શ્રમણના આ વેષથી
ગણવેશના આ વિશ્વમાં છે સ્થાન જેનું વિશેષથી
તે શ્રમણ સુંદર વેષને ભાવે કરૂઁ હૂઁ વંદના… (૧)
જે વેષને પ્રભુએ ધર્યો પ્રભુએ ભર્યો શુભતા થકી
જે વેષને પ્રભુએ કહ્યો આચારથી વળી આણથી
જે વેષને લેતા જ સોહે જિનવરા ચઊનાણથી
તે શ્રમણ સુંદર વેષને ભાવે કરૂઁ હુઁ વંદના… (૨)
ગણધારીને ગુણધારી વળી વ્રતધારીઓથી શોભતો
સ્થૂલિભદ્ર શાલિભદ્ર સમ મુનિવર થકી જે દીપતો
કેવળધરા પૂરવધરા બહુશ્રુતધરા ધારણ કરે
તે શ્રમણ સુંદર વેષને ભાવે કરૂઁ હુઁ વંદના… (૩)
દેવો તણા સ્વામી સદા જે વેષ કાજે તરફડે
શ્રેણિક સમા પરમાર્હતોના જીવનમાં જે ના જડે
બહુ પુણ્યકારી જીવને જે વેષ અમૂલખ સાંપડે
તે શ્રમણ સુંદર વેષને ભાવે કરૂઁ હુઁ વંદના… (૪)
જે વેષને ધારણ કરે વંદન જગત તેને કરે
જે વેષને નજરે નિહાળી કૈંક ભવસાગર તરે
આ વિશ્વમાં જે વેષ કાજે લોક બહુ આદર ધરે
તે શ્રમણ સુંદર વેષને ભાવે કરૂઁ હુઁ વંદના… (૫)
જીવનતણુ બહુમૂલ્યવંતુ સમયધન એળે ગયું
ને વિત્ત બહુ ધણુએ કરી અધિકરણને ફાળે ગયું
ઉદ્ધાર કરી ઉપકાર કરતું ઉપકરણ સાચું કહ્યું
ઉપકારકારી ઉપકરણને ભાવથી કરૂઁ હુઁ વંદના… (૬)
જડ઼ પુદગલો સમભાવ ધારીજીવને આવી મળે
પણ કોઇ તેનું શું કરે તે કોઇને ક્યાંથી કળે?
ઉપયોગ તેનો શુભ થતા જડ઼ છે છતાં જડતા ટળે
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ હુઁ વંદના… (૭)
ગૃહરજતણૂં વારણ કરે તેને મનુજ કરમાં ગ્રહે
જે કર્મરજને દૂર કરતું રજોહરણ કિમ ના ગ્રહે?
છે કર્મયુદ્ધે જેહ અસિ સમ કરતું કર્મનિકંદના
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ હુઁ વંદના… (૮)
વિણ પાત્ર ભોજન સાધુને પ્રભુએ નિષેધ્યું તેહથી
કલ્પે ગ્રહણ સુવિહિત મુનિને પાત્રનું સુવિવેકથી
કરો કામના ધરો ભાવના 'કરૂઁ પાત્રદાન હુઁ ટેકથી'
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ વંદના… (૯)
જયણા તણુ સાધન બને રક્ષણ તણુ કારણ બને
જે સ્વ પરનું પરિજન બનીને જીવનું તારણ બને
છે ધન્ય તે સહુ શ્રમણને કંબલ સદા ધારણ કરે
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ વંદના… (૧૦)
છે બોધ રહ્યો અક્ષર મહીં અક્ષર રહ્યા છે પુસ્તકે
બને જ્ઞાન સાધન પોથી પ્રત તેહને ધરું હું મસ્તકે
અક્ષર કહો સાક્ષર કહો, છે અભેદનયથી એકતા
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ વંદના… (૧૧)
સાધક મુનિના હસ્તમાં જપમાળના મણકા ફરે
ઉર્જા ખરે ચોતરફથી ને સૂક્ષ્મના તણખા ઝરે
માળા ગ્રહી કરી જાપ પ્રભુનો પાપની ક્ષપણા કરે
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ વંદના… (૧૨)
અપરાધી હોય તો પણ કદી કોઇ જીવને નવ મારતા
પણ કાષ્ઠનિર્મિત મેરુશિખરી દંડને જે ધારતા
ત્રણ દંડને ફટકારતા કર મોક્ષદંડક રાખતા
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ વંદના… (૧૩)
ભૂમિ પ્રમાર્જીને પછી બેસે સદા જે આસને
વસતિ મહીં પણ ચાલતા નિશિએ જુએ દંડાસને
પાત્રક તણુ કરવા પ્રમાર્જન પૂંજણીને અપેક્ષતા
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ વંદના… (૧૪)
કરી સાધના લઈ શ્રમ ઘણો સંસ્તારકે મુનિ સુવતા
નવ સાધના કાજે નવું લઇ જોમ જ્યાંથી ઊઠતા
જડ઼ છે છતાં મહાભાગ્ય કરે મુનિદેહની વિશ્રામણા
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ વંદના… (૧૫)
છે મુખ્ય સાધન સાધના પણ જે વિણ તે થાય ના
સાધન તણુ સાધન બની કરે ઉદય તે વિસરાય ના
નત મસ્તકે તે સાધનોના વૃંદને પાયે પડી
ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરૂઁ વંદના… (૧૬)
(राग : हरिगीत छंद)
कर्मों उपार्ज्या जे घणा अज्ञानथी आवेशथी
ते सर्वे पाप विनाश थाओ श्रमणना आ वेषथी
गणवेशना आ विश्वमां छे स्थान जेनुं विशेषथी
ते श्रमण सुंदर वेषने भावे करूँ हूँ वंदना… (१)
जे वेषने प्रभुए धर्यो प्रभुए भर्यो शुभता थकी
जे वेषने प्रभुए कह्यो आचारथी वळी आणथी
जे वेषने लेता ज सोहे जिनवरा चऊनाणथी
ते श्रमण सुंदर वेषने भावे करूँ हुँ वंदना… (२)
गणधारीने गुणधारी वळी व्रतधारीओथी शोभतो
स्थूलिभद्र शालिभद्र सम मुनिवर थकी जे दीपतो
केवळधरा पूरवधरा बहुश्रुतधरा धारण करे
ते श्रमण सुंदर वेषने भावे करूँ हुँ वंदना… (३)
देवो तणा स्वामी सदा जे वेष काजे तरफडे
श्रेणिक समा परमार्हतोना जीवनमां जे ना जडे
बहु पुण्यकारी जीवने जे वेष अमूलख सांपडे
ते श्रमण सुंदर वेषने भावे करूँ हुँ वंदना… (४)
जे वेषने धारण करे वंदन जगत तेने करे
जे वेषने नजरे निहाळी कैंक भवसागर तरे
आ विश्वमां जे वेष काजे लोक बहु आदर धरे
ते श्रमण सुंदर वेषने भावे करूँ हुँ वंदना… (५)
जीवनतणु बहुमूल्यवंतु समयधन एळे गयुं
ने वित्त बहु धणुए करी अधिकरणने फाळे गयुं
उद्धार करी उपकार करतुं उपकरण साचुं कह्युं
उपकारकारी उपकरणने भावथी करूँ हुँ वंदना… (६)
जड़ पुदगलो समभाव धारीजीवने आवी मळे
पण कोइ तेनुं शुं करे ते कोइने क्यांथी कळे?
उपयोग तेनो शुभ थता जड़ छे छतां जडता टळे
उपकारकारी उपकरण ने भावथी करूँ हुँ वंदना… (७)
गृहरजतणूं वारण करे तेने मनुज करमां ग्रहे
जे कर्मरजने दूर करतुं रजोहरण किम ना ग्रहे?
छे कर्मयुद्धे जेह असि सम करतुं कर्मनिकंदना
उपकारकारी उपकरण ने भावथी करूँ हुँ वंदना… (८)
विण पात्र भोजन साधुने प्रभुए निषेध्युं तेहथी
कल्पे ग्रहण सुविहित मुनिने पात्रनुं सुविवेकथी
करो कामना धरो भावना 'करूँ पात्रदान हुँ टेकथी'
उपकारकारी उपकरण ने भावथी करूँ वंदना… (९)
जयणा तणु साधन बने रक्षण तणु कारण बने
जे स्व परनुं परिजन बनीने जीवनुं तारण बने
छे धन्य ते सहु श्रमणने कंबल सदा धारण करे
उपकारकारी उपकरण ने भावथी करूँ वंदना… (१०)
छे बोध रह्यो अक्षर महीं अक्षर रह्या छे पुस्तके
बने ज्ञान साधन पोथी प्रत तेहने धरुं हुं मस्तके
अक्षर कहो साक्षर कहो, छे अभेदनयथी एकता
उपकारकारी उपकरण ने भावथी करूँ वंदना… (११)
साधक मुनिना हस्तमां जपमाळना मणका फरे
उर्जा खरे चोतरफथी ने सूक्ष्मना तणखा झरे
माळा ग्रही करी जाप प्रभुनो पापनी क्षपणा करे
उपकारकारी उपकरण ने भावथी करूँ वंदना… (१२)
अपराधी होय तो पण कदी कोइ जीवने नव मारता
पण काष्ठनिर्मित मेरुशिखरी दंडने जे धारता
त्रण दंडने फटकारता कर मोक्षदंडक राखता
उपकारकारी उपकरण ने भावथी करूँ वंदना… (१३)
भूमि प्रमार्जीने पछी बेसे सदा जे आसने
वसति महीं पण चालता निशिए जुए दंडासने
पात्रक तणु करवा प्रमार्जन पूंजणीने अपेक्षता
उपकारकारी उपकरण ने भावथी करूँ वंदना… (१४)
करी साधना लई श्रम घणो संस्तारके मुनि सुवता
नव साधना काजे नवुं लइ जोम ज्यांथी ऊठता
जड़ छे छतां महाभाग्य करे मुनिदेहनी विश्रामणा
उपकारकारी उपकरण ने भावथी करूँ वंदना… (१५)
छे मुख्य साधन साधना पण जे विण ते थाय ना
साधन तणु साधन बनी करे उदय ते विसराय ना
नत मस्तके ते साधनोना वृंदने पाये पडी
उपकारकारी उपकरण ने भावथी करूँ वंदना… (१६)



