ઝાંઝરીયા મુનિવર જગ જયો,
બ્રહ્મચારી ભગવાન મેરે લાલ ;
ગોચરી વહોરણ નીકળ્યા,
પહોંચ્યા શેઠ મકાન મેરે લાલ. (૧)
શેઠાણી સત્કારથી,
લાવે મોદકના થાળ મેરે લાલ ;
રૂપ પુરંદર દેખીને,
ઉપની મોહજંજાળ મેરે લાલ. (૨)
લઘુવયમાં આ કષ્ટથી,
કિમ સંતાપો દેહ મેરે લાલ ;
યૌવન વય સફલો કરો,
શોભાવો અમ ગેહ મેરે લાલ. (૩)
અમ ભાગ્યે તમે સાંપડ્યા,
નિર્ભય વિલસો ભોગ મેરે લાલ ;
મધુકર માલતી સંગ જયું,
સફલ કરો સંજોગ મેરે લાલ. (૪)
પણ મુનિ સન્મુખ નવિ જુવે,
નારી કહે મનોહાર મેરે લાલ ;
શામ દામ ઉપચારથી,
ન ચળ્યો મહાવ્રત ધાર મેરે લાલ. (૫)
પ્રેમ ૧વિલુદ્ધિ પદ્મિની,
રૂઠી મહાવીકરાલ મેરે લાલ ;
મુનિ પગમાં ઝાંઝર ધરી,
મુનિ ઉપર ધરે આળ મેરે લાલ. (૬)
રાજા નિરખે ગોખમાં,
જાણે મુનિ નિર્દોષ મેરે લાલ ;
આવી પ્રણમે ભૂપતિ,
મુનિવર પહોંત્યા મોક્ષ મેરે લાલ. (૭)
એવા મુનિવર વંદતા,
જીવ પામે વિશ્રામ મેરે લાલ ;
મુજને હોજો ભવે ભવે,
ધર્મરત્ન પરિણામ મેરે લાલ. (૮)
૧. વિલુદ્ધિ-લુબ્ધ બનેલી
झांझरीया मुनिवर जग जयो,
ब्रह्मचारी भगवान मेरे लाल ;
गोचरी वहोरण नीकळ्या,
पहोंच्या शेठ मकान मेरे लाल. (१)
शेठाणी सत्कारथी,
लावे मोदकना थाळ मेरे लाल ;
रूप पुरंदर देखीने,
उपनी मोहजंजाळ मेरे लाल. (२)
लघुवयमां आ कष्टथी,
किम संतापो देह मेरे लाल ;
यौवन वय सफलो करो,
शोभावो अम गेह मेरे लाल. (३)
अम भाग्ये तमे सांपड्या,
निर्भय विलसो भोग मेरे लाल ;
मधुकर मालती संग जयुं,
सफल करो संजोग मेरे लाल. (४)
पण मुनि सन्मुख नवि जुवे,
नारी कहे मनोहार मेरे लाल ;
शाम दाम उपचारथी,
न चळ्यो महाव्रत धार मेरे लाल. (५)
प्रेम १विलुद्धि पद्मिनी,
रूठी महावीकराल मेरे लाल ;
मुनि पगमां झांझर धरी,
मुनि उपर धरे आळ मेरे लाल. (६)
राजा निरखे गोखमां,
जाणे मुनि निर्दोष मेरे लाल ;
आवी प्रणमे भूपति,
मुनिवर पहोंत्या मोक्ष मेरे लाल. (७)
एवा मुनिवर वंदता,
जीव पामे विश्राम मेरे लाल ;
मुजने होजो भवे भवे,
धर्मरत्न परिणाम मेरे लाल. (८)
१. विलुद्धि-लुब्ध बनेली

