logo
  • Home
  • Lyrics
    • જૈન સ્તવન | स्तवन | Jain Stavan
    • દીક્ષા સંયમ સ્તવન | Diksha Saiyam Stavan
    • શ્રી પાર્શ્વનાથ ભગવાન | Shree Parswanath Bhagwan
    • શ્રી આદિનાથ ભગવાન | Shree Aadinath Bhagwan
    • ગુરુ ભક્તિ સ્તવન | गुरु भक्ति स्तवन | Guru Bhakti Stavan
    • આરતી – મંગલ દીવો | All Aarti & Mangal Divo
    • જૈન સ્તુતિ | Jain Stuti
    • જૈન સૂત્ર | जैन सूत्र | Jain Sutra
    • જૈન વંદનાવલી | Jain Vandnavali
    • પચ્ચક્ ખાણ | पच्चक्खाण | Pachkhan
  • Other Info
    • જૈન પૂજા | जैन पूजा | Jain Pooja
    • જિનાલય દર્શન
    • Jain Sangeetkar & Jain Vidhikar & Artist
    • જૈન ભોજનશાળા | Jain Bhojanshala
    • જૈન પૂજન | जैन पूजन | Jain Poojan
    • Small Stories | નાની વાર્તાઓ
    • Small Speaches
    • ચાલો કંઈક જાણીયે | Lets Know Something
    • શ્રી ૧૦૮ પાર્શ્વનાથ | Shree 108 Parshwanath
    • ગુરુદેવ પરિચય | Gurudev Parichay
    • જૈન ધર્મ અનુસાર બાળકો ના નામ | Jain Baby Names
    • જૈન તીર્થ પરિચય | Jain Tirth Parichay
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • #
  • A
  • B
  • C
  • D
  • E
  • F
  • G
  • H
  • I
  • J
  • K
  • L
  • M
  • N
  • O
  • P
  • Q
  • R
  • S
  • T
  • U
  • V
  • W
  • X
  • Y
  • Z
Submit Lyric

એક વાણિયા થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા…

Print

SHARE

એક વાણિયા  થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા.
જતા સમયે બોલ્યા હું જઇ રહી છું,
અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે.
તૈયાર થઇ જા.
પરંતુ, હું તને છેલ્લી ભેટ
જરૂર આપવા માંગીશ.
માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.

વાણિયો  બહુ જ સમજદાર હતો.
તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે.
બસ, મારી આ જ ઇચ્છા છે.

લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું.

થોડાક દિવસો પછી,

વાણિયા ની દિકરીના લગ્ન માટે તેના ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી કરી લીધો.
વાણિયા  ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી.
એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે.

“ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા.
ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો.

આ બાજુ ઘરે,
વાણિયા  ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી.
ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ.
તેની સાસુએ પણ આવું જ કર્યું.

સાંજે સૌથી પહેલા વાણિયો  આવ્યો.
પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહું જ વધારે મીઠું પડી ગયુ છે.
એ સમજી ગયા કે નુકસાન આવી ગયું છે.
પણ કંઇ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા.
એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો.
એણે પણ પહેલો કોળિયો મોઢામાં મુકતા તરત પૂછ્યુ કે પપ્પાએ જમવાનું જમી લીધું ? એમણે કંઇ કહ્યું ?
બધાએ જવાબ આપ્યો ‘હા, જમી લીધું ! કઈ જ નથી બોલ્યા’.

હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉ. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલા વાળાનું પૂછતા, અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા.

રાતે નુકસાન હાથ જોડીને વાણિયા  ને કહેવા લાગ્યો,
’ હું જઈ રહ્યો છું.
વાણિયા  એ પૂછ્યું, “કેમ ?”

ત્યારે નુકસાન કહે છે,
” તમે લોકો એક કિલો તો મીઠુ ખાઈ ગયા.
તો પણ ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કઈ કામ નથી.”

બોધ:-

ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે.

જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે.
સદા પ્રેમ વહેંચતાં રહો.
નાના- મોટાની કદર કરો.
જે મોટા (વડીલ) છે એ મોટા જ રહેવાના,
પછી ભલેને તમારી કમાણી એમની કમાણીથી વધારે હોય.

સારું લાગે તો આપ જરૂર તમારા કોઈ અંગતને શેર કરજો🙏

બીજી વાર્તાઓ | Other Stories

About Us

Jain Stavan Lyrics website was started in 2019 by the inspiration of Jain Shasan. Jain Stavan Lyrics website would be the largest Jain Stavan collection website in the world within short time.

Subscribe for Newsletter

    RSS Recently Added Lyrics

    • એ મારા ભગવાન છે | E Mara Bhagwan Chhe
    • સિદ્ધાચલના શિખરોને વંદન | Siddhachal Na Shikharo Ne Vandan
    • સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે | Siddhachal Darbar Jajarmaan Laage
    • ૨૪ તીર્થંકરો ના ચૈત્યવંદન | 24 Bhagwan Na Chaityavandan
    • જૈન પચ્ચકખાણ | All Jain Pachchkhan
    • ૨૪ ભગવાન ધૂન | 24 Chovis Bhagwan Dhun
    • પરમાતમા તુજમાં મોહાયું મન | Parmatma Tuj Ma Mohayu Man
    • ઋષભજી બોલાવે છે | Rushabhji bolave Che

    Follow Us

    Get In Touch

      © 2019-2020 Jain Stavan Lyrics. ALL RIGHT RESERVED.
      Made with ❤ by PRAXINFO