- વિહરમાન તીર્થંકરો એટલે અત્યારે હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા તીર્થંકરોને (વિદ્યમાન) વિહરમાન તીર્થંકર કહેવાય છે.
- જધન્યથી વીસ તીર્થકરો એક સાથે મહાવિદેહમાં વિચરતા હોય છે ને આ પ્રમાણે જંબુદ્વિપના પૂર્વ મહાવિદેહમાં સીતા મહાનદી વડે ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિચરે છે.
- તેમાં પણ ઉત્તરમાં એક અને દક્ષિણમાં એક એમ જંબુદ્વિપના પૂર્વ વિદેહના બે ભાગ કરાયા છે. ઉત્તરપૂર્વ વિદેહમાં એક તીર્થંકર અને દક્ષિણપૂર્વ વિદેહમાં એક તીર્થંકર. આ પ્રમાણે પશ્ર્ચિમ મહાવિદેહના પણ સીતોદા મહાનદીએ ઉત્તર અને દક્ષિણ એમ મહાવિદેહ ક્ષેત્રના ચાર તીર્થંકર થયા.
- આ પ્રમાણે બીજા 2 દ્વિપો સંબંધી ચાર મહાવિદેહના ચાર ચાર તીર્થંકરો ગણતા પાંચ મહાવિદેહના 20 તીર્થંકર થયા.
