આ મારા મહારાજજી (૨) આ મારા મહારાજજી (૨)
સજી ધજીને, બની ઠનીને, ખુબ ખુબ મલકાયજી
આ મારા મહારાજજી…
કદીક ફૂલોના હાર પહેરે, રમે ફૂલોનાં ઢગલેજી
અબુધ અમારો જીવ ભોળિયો, દોડે તમારે પગલેજી
મલકંતા સામે શું બેઠા.. બોલો તો સંભળાયજી
આ મારા મહારાજજી…
બાજુ બંધ મુગટ ને કલગી, સોનલવર્ણી આંગીજી
ઝગમગ તારા રૂપ ને જોઈ, આ દુનિયા શરમાતીજી
લાડ લડાવે ભક્તો એને, કરીએ ખુબ વહાલજી
આ મારા મહારાજજી…
વહાલા વહાલા નાથને મળવા, ભીતર તાલાવેલીજી
‘ઉદયરતન’ ની જેમ અમારે કાજ ખોલને ડેલીજી
તમે અમોને બહુ ગમો છો, વધુ નહિ કહેવાયજી
આ મારા મહારાજજી…
आ मारा महाराजजी (२) आ मारा महाराजजी (२)
सजी धजीने, बनी ठनीने, खुब खुब मलकायजी
आ मारा महाराजजी…
कदीक फूलोना हार पहेरे, रमे फूलोनां ढगलेजी
अबुध अमारो जीव भोळियो, दोडे तमारे पगलेजी
मलकंता सामे शुं बेठा.. बोलो तो संभळायजी
आ मारा महाराजजी…
बाजु बंध मुगट ने कलगी, सोनलवर्णी आंगीजी
झगमग तारा रूप ने जोई, आ दुनिया शरमातीजी
लाड लडावे भक्तो एने, करीए खुब वहालजी
आ मारा महाराजजी…
वहाला वहाला नाथने मळवा, भीतर तालावेलीजी
‘उदयरतन’ नी जेम अमारे काज खोलने डेलीजी
तमे अमोने बहु गमो छो, वधु नहि कहेवायजी
आ मारा महाराजजी…


