આ તો મારા પ્રભુજીનો સુંદર દરબાર (૨ વાર)
આવો દરબાર મેં ક્યાય નથી જોયો…
આજે થયો પ્રભુજીનો સુંદર શણગાર,
આવો શણગાર મેં ક્યાય નથી જોયો…
પંચ વરણનાં ફૂલ લઇ આવ્યો (૨ વાર)
મઘમઘ મઘમઘ સુગંધ રેલાય (૨ વાર)
આવો દરબાર મેં ક્યાય નથી જોયો
ટમ ટમ દીવડાઓ થાએ (૨ વાર)
ઝગમગ ઝગમગ જ્યોતિ ફેલાય (૨ વાર)
આવો દરબાર મેં ક્યાય નથી જોયો
મારા પ્રભુજી લાગે સોહામણાં (૨ વાર)
આવ્યા મારા ઉદયમાં પુણ્ય પ્રભાત (૨ વાર)
આવો દરબાર મેં ક્યાય નથી જોયો
ભક્તજનો ભાવ ભરી કરતાં રે પ્રાર્થના (૨ વાર),
પ્રેમે મારા પ્રભુજી પધારો અંતરદ્વાર (૨ વાર)
આવો દરબાર મેં ક્યાય નથી જોયો
પ્રભુજીની આંખેથી વરસે કરુણા (૨ વાર)
ઝીલે તેના અંતરના પાપ ધોવાય (૨ વાર)
આવો દરબાર મેં ક્યાય નથી જોયો
આ તો મારા પ્રભુજીનો સુંદર દરબાર (૨ વાર)
આવો દરબાર મેં ક્યાય નથી જોયો
આ તો મારા પ્રભુજીનો…
आ तो मारा प्रभुजीनो सुंदर दरबार (२ वार)
आवो दरबार में क्याय नथी जोयो…
आजे थयो प्रभुजीनो सुंदर शणगार,
आवो शणगार में क्याय नथी जोयो…
पंच वरणनां फूल लइ आव्यो (२ वार)
मघमघ मघमघ सुगंध रेलाय (२ वार)
आवो दरबार में क्याय नथी जोयो
टम टम दीवडाओ थाए (२ वार)
झगमग झगमग ज्योति फेलाय (२ वार)
आवो दरबार में क्याय नथी जोयो
मारा प्रभुजी लागे सोहामणां (२ वार)
आव्या मारा उदयमां पुण्य प्रभात (२ वार)
आवो दरबार में क्याय नथी जोयो
भक्तजनो भाव भरी करतां रे प्रार्थना (२ वार),
प्रेमे मारा प्रभुजी पधारो अंतरद्वार (२ वार)
आवो दरबार में क्याय नथी जोयो
प्रभुजीनी आंखेथी वरसे करुणा (२ वार)
झीले तेना अंतरना पाप धोवाय (२ वार)
आवो दरबार में क्याय नथी जोयो
आ तो मारा प्रभुजीनो सुंदर दरबार (२ वार)
आवो दरबार में क्याय नथी जोयो
आ तो मारा प्रभुजीनो…


