આજ મારા દેરાસરમાં, મોતીડે મેહ વરસ્યાં રે,
મોતીડે મેહ વરસ્યાં રે, હિરલે મેહ વરસ્યાં રે,
પ્રભુજી તમારું મુખડું દેખી, હૈયા સહુનાં હરખ્યાં રે.
આજ મારા…
ઝગમગ ઝગમગ જ્યોતિ ઝલકે, વરસે અમીરસ ધારા રે,
અનુપમ મુખ નિરખી વિકસે, અંતર ભાવ અમારા રે.
આજ મારા…
વીર પ્રભુની માયામાંથી, ભક્તિના રંગ જમાયા રે,
ચરણ કમલની સેવા પામી, ભક્તે પ્રભુગુણ ગાયા રે.
આજ મારા…
ભવ અનંતનાં બંધન તૂટ્યાં, ભ્રમણા ભાંગી ગઈ રે,
વિજય વર્યો શિવપુરને પંથે, મતલબ પૂરી થઈ રે.
આજ મારા…
आज मारा देरासरमां, मोतीडे मेह वरस्यां रे,
मोतीडे मेह वरस्यां रे, हिरले मेह वरस्यां रे,
प्रभुजी तमारुं मुखडुं देखी, हैया सहुनां हरख्यां रे.
आज मारा…
झगमग झगमग ज्योति झलके, वरसे अमीरस धारा रे,
अनुपम मुख निरखी विकसे, अंतर भाव अमारा रे.
आज मारा…
वीर प्रभुनी मायामांथी, भक्तिना रंग जमाया रे,
चरण कमलनी सेवा पामी, भक्ते प्रभुगुण गाया रे.
आज मारा…
भव अनंतनां बंधन तूट्यां, भ्रमणा भांगी गई रे,
विजय वर्यो शिवपुरने पंथे, मतलब पूरी थई रे.
आज मारा…


