આજ મારા પ્રભુજી સામું જુઓને
સેવક કહીને બોલાવો રે
એટલે હું મનગમતું પામ્યો
રુઠડાં બાળ મનાવો મારા સાંઈ રે
આજ મારા પ્રભુજી…
પતિત પાવન શરણાગત વત્સલ
એ જસ જગમાં ચાવો રે
મન રે મનાવ્યા વિણ નહીં મૂકું
એહી જ મારો દાવો રે
આજ મારા પ્રભુજી…
કબજે આવ્યા હવે નહિ મૂકું
જિહાં લગે તુમ સમ થાવું રે
જો તુમ ધ્યાન વિના શિવ લહીયે
તો તે દાવ બતાવો.. મારા સાંઈ રે
આજ મારા પ્રભુજી…
મહાગોપ ને મહાનિર્યામક
ઈણી પરે બિરુદ ધરાવો રે
તો શું આશ્રિતને ઉદ્ધરતાં
બહુ બહુ શું કહાવો.. મારા સાંઈ રે
આજ મારા પ્રભુજી…
જ્ઞાનવિમલ ગુણ નિધિનો મહિમા
મંગલ એહિ વધાવો રે
અચલ અભેદપણે અવલંબી
અહોનીશ એહ દિલ ધ્યાવું.. મારા સાંઈ રે
આજ મારા પ્રભુજી…
आज मारा प्रभुजी सामुं जुओने
सेवक कहीने बोलावो रे
एटले हुं मनगमतुं पाम्यो
रुठडां बाळ मनावो मारा सांई रे
आज मारा प्रभुजी…
पतित पावन शरणागत वत्सल
ए जस जगमां चावो रे
मन रे मनाव्या विण नहीं मूकुं
एही ज मारो दावो रे
आज मारा प्रभुजी…
कबजे आव्या हवे नहि मूकुं
जिहां लगे तुम सम थावुं रे
जो तुम ध्यान विना शिव लहीये
तो ते दाव बतावो.. मारा सांई रे
आज मारा प्रभुजी…
महागोप ने महानिर्यामक
ईणी परे बिरुद धरावो रे
तो शुं आश्रितने उद्धरतां
बहु बहु शुं कहावो.. मारा सांई रे
आज मारा प्रभुजी…
ज्ञानविमल गुण निधिनो महिमा
मंगल एहि वधावो रे
अचल अभेदपणे अवलंबी
अहोनीश एह दिल ध्यावुं.. मारा सांई रे
आज मारा प्रभुजी…


