આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે… શરણાયું ને ઢોલ નગારા શરણાયું ને ઢોલ
આજ વગડાવો…
આજ નાચે રે ઉમંગ રંગ અંગમાં રે લોલ, (૨ વાર)
હું તો એવો રે રંગાણો પ્રભુ રંગમાં રે લોલ, (૨ વાર)
હે… હું તો ગાવું ને ગવડાવું રૂડા ગીતડાં ના બોલ
આજ વગડાવો…
આતો આવ્યો અવસર આજ આંગણે રે લોલ, (૨ વાર)
બાંધો આસોપાલવ ના તોરણિયાં રે લોલ, (૨ વાર)
હે… આજ હૈયે આનંદ છે તન મનમાં રે લોલ
આજ વગડાવો…
આવો આવો સ્નેહીઓ અમ આંગણે રે લોલ, (૨ વાર)
અમે વાટલડી જોતાં બેઠા બારણે રે લોલ, (૨ વાર)
પ્રેમે પધારી બોલો પ્રભુજીનાં બોલ
આજ વગડાવો…
आज वगडावो वगडावो रूडां शरणायुं ने ढोल
हे… शरणायुं ने ढोल नगारा शरणायुं ने ढोल
आज वगडावो…
आज नाचे रे उमंग रंग अंगमां रे लोल, (२ बार)
हुं तो एवो रे रंगाणो प्रभु रंगमां रे लोल, (२ बार)
हे… हुं तो गावुं ने गवडावुं रूडा गीतडां ना बोल
आज वगडावो…
आतो आव्यो अवसर आज आंगणे रे लोल, (२ बार)
बांधो आसोपालव ना तोरणियां रे लोल, (२ बार)
हे… आज हैये आनंद छे तन मनमां रे लोल
आज वगडावो…
आवो आवो स्नेहीओ अम आंगणे रे लोल, (२ बार)
अमे वाटलडी जोतां बेठा बारणे रे लोल, (२ बार)
प्रेमे पधारी बोलो प्रभुजीनां बोल
आज वगडावो…


