આશ ભરીને આવ્યો સ્વામી
ભક્તિમાં નહી રાખું ખામી
પૂરજો અમારી આશ.. ઓ શંખેશ્વરા..
તમે રાખજો અમારી લાજ.. ઓ શંખેશ્વરા…
શંખેશ્વરા ઓ શંખેશ્વરા…
શંખેશ્વરા ઓ પરમેશ્વરા…
પૂરજો અમારી આશ.. ઓ શંખેશ્વરા..
તાર હો તાર પ્રભુજી,
હું તો જેવો છું તેવો તમારો
કોઈ નથી અહીં મારૂં,
પ્રભુ આપી દે મુજને સહારો
પાર કરો.. ઉદ્ધાર કરો..
મુજ જીવન નૈયા..ઓ શંખેશ્વરા…
ભાન ભૂલી ગયો છું,
પ્રભુ સન્મતિ મુજ ને તું દેજે
રાહ ભૂલી ગયો છું,
મને રાહ બતાવી તું દેજે
માયા કેરી આ દુનિયામાં
રઝળી પડ્યો છું આજ..ઓ શંખેશ્વરા…
आश भरीने आव्यो स्वामी
भक्तिमां नही राखुं खामी
पूरजो अमारी आश.. ओ शंखेश्वरा..
तमे राखजो अमारी लाज.. ओ शंखेश्वरा…
शंखेश्वरा ओ शंखेश्वरा…
शंखेश्वरा ओ परमेश्वरा…
पूरजो अमारी आश.. ओ शंखेश्वरा..
तार हो तार प्रभुजी,
हुं तो जेवो छुं तेवो तमारो
कोई नथी अहीं मारूं,
प्रभु आपी दे मुजने सहारो
पार करो.. उद्धार करो..
मुज जीवन नैया..ओ शंखेश्वरा…
भान भूली गयो छुं,
प्रभु सन्मति मुज ने तुं देजे
राह भूली गयो छुं,
मने राह बतावी तुं देजे
माया केरी आ दुनियामां
रझळी पड्यो छुं आज..ओ शंखेश्वरा…


