(રચના : પૂજ્ય શ્રી લબ્ધિ સૂરિજી મહારાજ)
(તર્જ/રાગ : ચંદન સા બદન ચંચલ ચિતવન)
અભિનંદન પ્રભુજી વિનવું… (૨ વાર)
વારો કરમોનો વાર રે…
હું છું કર્મોં થી પીડિયો… (૨ વાર)
લાગ્યો હવે તારે લાર રે
અભિનંદન પ્રભુજી વિનવું…
તમે સુખધારી છો સાહિબા
મારે નહી દુખોનો પાર રે… (૨ વાર)
જો નવિ આશ્રિતને ઉદ્ધરો… (૨ વાર)
તો ક્યા કરવો પોકાર
અભિનંદન પ્રભુજી વિનવું…
જો સુખ પામી નવિ સુખ દિયે
થઈ દુ:ખી ગરીબનિવાજ રે… (૨ વાર)
તો પછી સુખિયાપણું પ્રભુ કહો… (૨ વાર)
આવે તે શારે કાજ રે
અભિનંદન પ્રભુજી વિનવું…
પ્રભુ તુમ નામ ના વર્ણમા રહ્યો
ખુશ કરવાનો અર્થ રે… (૨ વાર)
જો દીન અરજ – નવિ ધારશો… (૨ વાર)
તો તે થાશે નિરર્થ રે
અભિનંદન પ્રભુજી વિનવું…
શ્રમણ થકી મેં સાંભળ્યું
તે તાર્યા લોક અનેક રે… (૨ વાર)
એ લાલચથી હું આવિયો… (૨ વાર)
ધરી તુમ ચરણોની ટેક રે
અભિનંદન પ્રભુજી વિનવું…
આશ પૂરો પ્રભુ માહરી
હવે નહી કરશો નિરાશ રે… (૨ વાર)
આત્મ કમલ મુજ ખોલીને… (૨ વાર)
કરજો લબ્ધિ પ્રકાશ રે
અભિનંદન પ્રભુજી વિનવું…
(रचना : पूज्य श्री लब्धि सूरिजी महाराज)
(तर्ज/राग : चंदन सा बदन चंचल चितवन)
अभिनंदन प्रभुजी विनवुं… (२ वार)
वारो करमोनो वार रे…
हुं छुं कर्मों थी पीडियो… (२ वार)
लाग्यो हवे तारे लार रे
अभिनंदन प्रभुजी विनवुं…
तमे सुखधारी छो साहिबा
मारे नही दुखोनो पार रे… (२ वार)
जो नवि आश्रितने उद्धरो… (२ वार)
तो क्या करवो पोकार
अभिनंदन प्रभुजी विनवुं…
जो सुख पामी नवि सुख दिये
थई दु:खी गरीबनिवाज रे… (२ वार)
तो पछी सुखियापणुं प्रभु कहो… (२ वार)
आवे ते शारे काज रे
अभिनंदन प्रभुजी विनवुं…
प्रभु तुम नाम ना वर्णमा रह्यो
खुश करवानो अर्थ रे… (२ वार)
जो दीन अरज – नवि धारशो… (२ वार)
तो ते थाशे निरर्थ रे
अभिनंदन प्रभुजी विनवुं…
श्रमण थकी में सांभळ्युं
ते तार्या लोक अनेक रे… (२ वार)
ए लालचथी हुं आवियो… (२ वार)
धरी तुम चरणोनी टेक रे
अभिनंदन प्रभुजी विनवुं…
आश पूरो प्रभु माहरी
हवे नही करशो निराश रे… (२ वार)
आत्म कमल मुज खोलीने… (२ वार)
करजो लब्धि प्रकाश रे
अभिनंदन प्रभुजी विनवुं…