બધી મિલકત તને ધરું તો પણ
તારી કરુણાની તોલે ના આવે,
તે મને પ્યાર જે કર્યો ભગવંત
મારાથી એનું મૂલ ના થાવે,
ઝીંદગી ભર તને ભજું તો પણ,
તારી મમતા ની તોલે નાં આવે,
તે મને પ્રેમ જે દીધો ભગવંત
મારાથી એનું મૂલ ના થાવે,
બધી મિલકત તને…
અનાદિ કાળથી ભટકવામાં,
કોઈ સ્થાને થયું મિલન તારું,
ત્યાંતો ઉપદેશ મેં સુણ્યો તારો,
જેને બદલી દીધું જીવન મારું,
ભોમિયા તો ઘણા મળ્યા મુજને,
કોઈ પ્રભુ તારી તોલે ના આવે (૨ વાર),
તે મને રાહ જે બતાવ્યો છે,
મારાથી એનું મૂલ ના થાવે
બધી મિલકત તને…
મને સાચી સલાહ તે દીધી,
એથી મેં આચરણ કર્યું એનું ,
સારી કરણી કરી કોઈ ભવમાં,
આ ભવે ફળ મને મળ્યું એનું,
મારા ઉપકારી છે ઘણા જગમાં,
કોઈ પ્રભુ તારી તોલે ના આવે (૨ વાર),
તે મને ધર્મ જે પમાડ્યો છે,
મારાથી એનું મૂલ ના થાવે
બધી મિલકત તને…
મળ્યા છે જે સુખો મને આજે,
એ બધા ધર્મના પ્રભાવે છે
તારા ચરણે બધું ધરી દેતા,
મને આનંદ અતિ આવે છે,
તારું આ ઋણ ક્યારે ચૂકવાશે,
મને અંદાજ એનો નાં આવે (૨ વાર),
ભવો ભવ સેવાના કરું તારી,
તોય સંતોષ મુજને નાં થાય,
તે મને પ્યાર જે કર્યો
બધી મિલકત તને…
बधी मिलकत तने धरुं तो पण
तारी करुणानी तोले ना आवे,
ते मने प्यार जे कर्यो भगवंत
माराथी एनुं मूल ना थावे,
झींदगी भर तने भजुं तो पण,
तारी ममता नी तोले नां आवे,
ते मने प्रेम जे दीधो भगवंत
माराथी एनुं मूल ना थावे,
बधी मिलकत तने…
अनादि काळथी भटकवामां,
कोई स्थाने थयुं मिलन तारुं,
त्यांतो उपदेश में सुण्यो तारो,
जेने बदली दीधुं जीवन मारुं,
भोमिया तो घणा मळ्या मुजने,
कोई प्रभु तारी तोले ना आवे (२ बार),
ते मने राह जे बताव्यो छे,
माराथी एनुं मूल ना थावे
बधी मिलकत तने…
मने साची सलाह ते दीधी,
एथी में आचरण कर्युं एनुं ,
सारी करणी करी कोई भवमां,
आ भवे फळ मने मळ्युं एनुं,
मारा उपकारी छे घणा जगमां,
कोई प्रभु तारी तोले ना आवे (२ बार),
ते मने धर्म जे पमाड्यो छे,
माराथी एनुं मूल ना थावे
बधी मिलकत तने…
मळ्या छे जे सुखो मने आजे,
ए बधा धर्मना प्रभावे छे
तारा चरणे बधुं धरी देता,
मने आनंद अति आवे छे,
तारुं आ ऋण क्यारे चूकवाशे,
मने अंदाज एनो नां आवे (२ बार),
भवो भव सेवाना करुं तारी,
तोय संतोष मुजने नां थाय,
ते मने प्यार जे कर्यो
बधी मिलकत तने…


