દર્શન દેજો નાથ… દર્શન દેજો નાથ
ભક્તો તારા તને પોકારે.. દર્શન દેજો નાથ
દર્શન દેજો નાથ…
અંતર થી તમે આશા પૂરજો, દુઃખડા સૌના હરજો
દીનદયાળુ દાદા મારા.. રક્ષા સૌની કરજો
ભૂલું ના તને નાથ.. છૂટે ના તારો સાથ
ભક્તો તારા તને…
પ્રભુ તારા ચરણોમાં હું.. માંગુ તારી સેવા
શંખેશ્વરના પાર્શ્વપ્રભુજી.. હો દેવાધિદેવા
લઈએ તારું નામ.. ધરીયે તારું ધ્યાન
ભક્તો તારા તને…
અમી ભરેલી આંખડી તારી વરસે અમૃતધારા
કૃપાનિધિ કરુણાસાગર.. જગના પાલનહારા
દેજો મોક્ષનું ધામ.. હૈયે પૂરજો હામ
ભક્તો તારા તને…
दर्शन देजो नाथ… दर्शन देजो नाथ
भक्तो तारा तने पोकारे.. दर्शन देजो नाथ
दर्शन देजो नाथ…
अंतर थी तमे आशा पूरजो, दुःखडा सौना हरजो
दीनदयाळु दादा मारा.. रक्षा सौनी करजो
भूलुं ना तने नाथ.. छूटे ना तारो साथ
भक्तो तारा तने…
प्रभु तारा चरणोमां हुं.. मांगु तारी सेवा
शंखेश्वरना पार्श्वप्रभुजी.. हो देवाधिदेवा
लईए तारुं नाम.. धरीये तारुं ध्यान
भक्तो तारा तने…
अमी भरेली आंखडी तारी वरसे अमृतधारा
कृपानिधि करुणासागर.. जगना पालनहारा
देजो मोक्षनुं धाम.. हैये पूरजो हाम
भक्तो तारा तने…


