ધારેલું સહુ કામ સિધ્ધ કરવા , છો દેવ સાચા તમે
ને વિદનો સઘળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે
સેવે જે ચરણો ખરા હ્રદયથી તેને ઉપાધી નથી
એવા શ્રી માણિભદ્ર દેવ તમને વંદુ ઘણા ભાવથી
દેવા સુખ સમસ્ત જનને જે છે સદા જાગતા
સેવાના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા ,
સિધ્ધિ સર્વ મળે અને ભય ટળે , આપે સદા સન્મતિ
એવા શ્રી માણિભદ્રદેવ તમને નમતા આનંદ થાય અતિ.
धारेलुं सहु काम सिध्ध करवा , छो देव साचा तमे
ने विदनो सघळा विनाश करवा छो शक्तिशाळी तमे
सेवे जे चरणो खरा ह्रदयथी तेने उपाधी नथी
एवा श्री माणिभद्र देव तमने वंदु घणा भावथी
देवा सुख समस्त जनने जे छे सदा जागता
सेवाना करनारना पलकमां कष्टो बधा कापता ,
सिध्धि सर्व मळे अने भय टळे , आपे सदा सन्मति
एवा श्री माणिभद्रदेव तमने नमता आनंद थाय अति.


