દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો,
મારા તન મન કેરાં તિમિર હરો
દીવડો ધરો…
માયાનગરનાં રંગરાગમાં,
કાયા આ રંગાણી રે (૨ વાર)
ભવસાગરમાં ભમતાં ભમતાં,
પીધા ખારા પાણી રે (૨ વાર)
દુઃખડા સર્વે દૂર કરો… દીવડો (૧)
જાણી જોઈને મારગ વચ્ચે,
મેં તો વેર્યા કાંટા (૨ વાર)
અખંડ વહેતી પ્રેમ નદીના,
પાડ્યા હજારો ફાંટા (૨ વાર)
દેખાડો પ્રભુ રાહ ખરો… દીવડો (૨)
સ્વાર્થ તણી આ દુનિયા માંહે,
આશા એક તમારી રે (૨ વાર)
જીવનના સંગ્રામમાં જો જો,
જાઉં ના હું હારી રે, (૨ વાર)
હૈયે, ભક્તિભાવ ધરો,
હૈયે મારા વાસ કરો
અંતરાયો સર્વે દૂર કરો… દીવડો (૩)
दीवडो धरो रे प्रभु दीवडो धरो,
मारा तन मन केरां तिमिर हरो
दीवडो धरो…
मायानगरनां रंगरागमां,
काया आ रंगाणी रे (२ बार)
भवसागरमां भमतां भमतां,
पीधा खारा पाणी रे (२ बार)
दुःखडा सर्वे दूर करो… दीवडो (१)
जाणी जोईने मारग वच्चे,
में तो वेर्या कांटा (२ बार)
अखंड वहेती प्रेम नदीना,
पाड्या हजारो फांटा (२ बार)
देखाडो प्रभु राह खरो… दीवडो (२)
स्वार्थ तणी आ दुनिया मांहे,
आशा एक तमारी रे (२ बार)
जीवनना संग्राममां जो जो,
जाउं ना हुं हारी रे, (२ बार)
हैये, भक्तिभाव धरो,
हैये मारा वास करो
अंतरायो सर्वे दूर करो… दीवडो (३)


