ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો,
પ્રભુ મારા વંદન.. પ્રભુ મારા વંદન..
ભલે ના નિહાળું, નજરથી તમોને
મળે ગુણ તમારા, સફળ મારું જીવન
ગમે તે સ્વરૂપે…
જનમ જો અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા,
ન કર્યો ધર્મ કે.. તમોને સંભાર્યા
હવે આ જીવન માં , કરું હું વિનંતી,
સ્વિકારો તમે તો, તૂટે મારા બંધન
ગમે તે સ્વરૂપે…
મને હોંશ એવી.. ઉજાળું જગતને,
મળે જો કિરણ મારા.. મનના દિપકને
તેથી તેજ આપો.. જલાવું હું જયોતિ
અમરપંથે સહુ ને.. કરાવે તું દર્શન
ગમે તે સ્વરૂપે…
गमे ते स्वरूपे, गमे त्यां बिराजो,
प्रभु मारा वंदन.. प्रभु मारा वंदन..
भले ना निहाळुं, नजरथी तमोने
मळे गुण तमारा, सफळ मारुं जीवन
गमे ते स्वरूपे…
जनम जो असंख्य मळ्या ते गुमाव्या,
न कर्यो धर्म के.. तमोने संभार्या
हवे आ जीवन मां , करुं हुं विनंती,
स्विकारो तमे तो, तूटे मारा बंधन
गमे ते स्वरूपे…
मने होंश एवी.. उजाळुं जगतने,
मळे जो किरण मारा.. मनना दिपकने
तेथी तेज आपो.. जलावुं हुं जयोति
अमरपंथे सहु ने.. करावे तुं दर्शन
गमे ते स्वरूपे…


