ગાવાં તારા ગીતડાંને.. સંસારે છે રાગ
એવા મેલા માનવીને.. તારજે વીતરાગ
મારી નાવનું સુકાન… હવે તું સંભાળ
લાજ રાખજે… મારી ઓ ભગવાન
રંગરાગે રાચવું ને… વૈરાગીનો વેષ
વાતો કરવી વીરની ને.. વર્તન ઢીલું ઘેસ
મારી નાવનું…
જાવું મારે પૂર્વમાં ને.. પશ્ચિમનો છે પંથ
આંખો મીંચી અંતરની.. ઢુંઢું સઘળા ગ્રંથ
મારી નાવનું…
સુખની રાખું ઝંખના ને.. પાપોમાં લયલીન
જીવવા માટે ઝેરનારે… પ્યાલામાં તલ્લીન
મારી નાવનું…
गावां तारा गीतडांने.. संसारे छे राग
एवा मेला मानवीने.. तारजे वीतराग
मारी नावनुं सुकान… हवे तुं संभाळ
लाज राखजे… मारी ओ भगवान
रंगरागे राचवुं ने… वैरागीनो वेष
वातो करवी वीरनी ने.. वर्तन ढीलुं घेस
मारी नावनुं…
जावुं मारे पूर्वमां ने.. पश्चिमनो छे पंथ
आंखो मींची अंतरनी.. ढुंढुं सघळा ग्रंथ
मारी नावनुं…
सुखनी राखुं झंखना ने.. पापोमां लयलीन
जीववा माटे झेरनारे… प्यालामां तल्लीन
मारी नावनुं…


