મતિ જ્ઞાન
સમકિત શ્રધ્ધાવંતને ઉપન્યો જ્ઞાન પ્રકાશ
પ્રણમું પદકજ તેહના ભાવ ધરી ઉલ્લાસ
શ્રુત જ્ઞાન
પવયણ શ્રુત સિદ્ધાંત તે આગમ સમય વખાણ
પૂજો બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત આણ
અવધિ જ્ઞાન
ઉપન્યો અવધિજ્ઞાન નો, ગુણ જેહને અવિકાર
વંદના તેહને મારી, શ્વાસે માંહે સો વાર
મનઃપર્યવ જ્ઞાન
એ ગુણ જેહને ઉપન્યો, સર્વવિરતિ ગુણઠાણ
પ્રણમું હિતથી તેહના, ચરણ કરણ ચિત્ત આણ
કેવળ જ્ઞાન
કેવલ દંસણ નાણનો, ચિદાનંદ ધનતેજ
જ્ઞાનપંચમી દિન પૂજિયે, વિજયલક્ષ્મી શુભ હેજ
मति ज्ञान
समकित श्रध्धावंतने उपन्यो ज्ञान प्रकाश
प्रणमुं पदकज तेहना भाव धरी उल्लास
श्रुत ज्ञान
पवयण श्रुत सिद्धांत ते आगम समय वखाण
पूजो बहुविध रागथी, चरण कमल चित आण
अवधि ज्ञान
उपन्यो अवधिज्ञान नो, गुण जेहने अविकार
वंदना तेहने मारी, श्वासे मांहे सो वार
मनःपर्यव ज्ञान
ए गुण जेहने उपन्यो, सर्वविरति गुणठाण
प्रणमुं हितथी तेहना, चरण करण चित्त आण
केवळ ज्ञान
केवल दंसण नाणनो, चिदानंद धनतेज
ज्ञानपंचमी दिन पूजिये, विजयलक्ष्मी शुभ हेज


