હે કિરતાર મને આધાર તારો
જો જે ના છૂટી જાય.. (૨ વાર)
હે પ્રભુ ! તારા પ્રેમનો ખજાનો
જો જે ના ખૂટી જાય.. (૨ વાર)
તારો આધાર મને આ અવનીમાં
આપે પ્રકાશ જ્યોત આ રજનીમાં
શ્રધ્ધાથી બાંધી છે ગાંઠો મેં સ્નેહની
જો જે ના છૂટી જાય… હે કિરતાર…
શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું
આ જીવન તું જ ચરણે ધરું છું
પ્રેમની પ્યાલી પીવા જાઉં ત્યાં
જો જે ના છૂટી જાય… હે કિરતાર…
ગાઉં છું હે પ્રભુ ગીત તુજ પ્રીતના
સ્નેહથી ભરેલા સુરો સંગીતના
લાખ ના હીરાને હાથ માંથી કોઈ
જો જે ના છૂટી જાય… હે કિરતાર…
हे किरतार मने आधार तारो
जो जे ना छूटी जाय.. (२ बार)
हे प्रभु ! तारा प्रेमनो खजानो
जो जे ना खूटी जाय.. (२ बार)
तारो आधार मने आ अवनीमां
आपे प्रकाश ज्योत आ रजनीमां
श्रध्धाथी बांधी छे गांठो में स्नेहनी
जो जे ना छूटी जाय… हे किरतार…
शक्ति प्रमाणे भक्ति करुं छुं
आ जीवन तुं ज चरणे धरुं छुं
प्रेमनी प्याली पीवा जाउं त्यां
जो जे ना छूटी जाय… हे किरतार…
गाउं छुं हे प्रभु गीत तुज प्रीतना
स्नेहथी भरेला सुरो संगीतना
लाख ना हीराने हाथ मांथी कोई
जो जे ना छूटी जाय… हे किरतार…


