(રચયિતા: પૂ. મુનિરાજ શ્રી રાજદર્શન વિજયજી મહારાજ સાહેબ)
હે પ્રભુ હે પ્રભુ, ખુબ ચાહું તને
આપ દુરે રહો, એ ન ફાવે મને…
હે પ્રભુ હે પ્રભુ…
આંખ શ્યામલ પ્રભુ, ને ગુલાબી ગાલ છે,
આભમાં વાદળા, એટલું વ્હાલ છે
નાથ જોવા તને, દેવો પણ થનગને,
આપ દુરે રહો, એ ન ફાવે મને
હે પ્રભુ હે પ્રભુ…
તારા હોઠે પ્રભુ, સ્મિત એવું વસે,
ફૂલ પણ જોઈને, ખુબ મીઠું હસે
ધૂપ કહે નાથ મને, આપ રાખો કને,
આપ દુરે રહો, એ ન ફાવે મને
હે પ્રભુ હે પ્રભુ…
તારા શ્વાસોની, સુગંધને માણતા,
એટલે ફૂલ…શરમાઈ રાતા થતા
ફૂલ કહે નાથ અમે, છોડ્યું મધુવનને,
આપ દુરે રહો, એ ન ફાવે મને
હે પ્રભુ હે પ્રભુ…
(रचयिता: पू. मुनिराज श्री राजदर्शन विजयजी महाराज साहेब)
हे प्रभु हे प्रभु, खुब चाहुं तने
आप दुरे रहो, ए न फावे मने…
हे प्रभु हे प्रभु…
आंख श्यामल प्रभु, ने गुलाबी गाल छे,
आभमां वादळा, एटलुं व्हाल छे
नाथ जोवा तने, देवो पण थनगने,
आप दुरे रहो, ए न फावे मने
हे प्रभु हे प्रभु…
तारा होठे प्रभु, स्मित एवुं वसे,
फूल पण जोईने, खुब मीठुं हसे
धूप कहे नाथ मने, आप राखो कने,
आप दुरे रहो, ए न फावे मने
हे प्रभु हे प्रभु…
तारा श्वासोनी, सुगंधने माणता,
अेटले फूल…शरमाई राता थता
फूल कहे नाथ अमे, छोड्युं मधुवनने,
आप दुरे रहो, ए न फावे मने
हे प्रभु हे प्रभु…


