હે ઉપકારી! કૃપા વરસાવો,
સિદ્ધશીલાએ મને તેડાવો…
રાહ જોઉં… રાહ જોઉં,
પ્રભુ આવશે ને લઇ જાશે (૨ વાર)
હે ઉપકારી! કૃપા વરસાવો (૨ વાર)
જન્મોની પ્રીતિ મારી આંખો બોલે,
આંસુઓના સાગર છલકે
યુગયુગના સ્વામી તમે હૈયું બોલે,
પ્રીતમાં મારુ મનડું ડોલે….
હૈયું મારુ હવે નહિ વશમાં
ઓ ભગવંત ! મને પાસ બોલાવો,
સિદ્ધશીલાએ મને તેડાવો…
રાહ જોઉં… રાહ જોઉં,
પ્રભુ આવશે ને લઇ જાશે (૨ વાર)
તારો મારગ લાગે મને પ્યારો પ્યારો,
આપો મને વેશ તમારો
પાપ નથી રે કરવા મારે આ જીવનમાં,
સંયમ કેરા ભાવ પ્રગટાવો….
મારગ સાચો આ જગમાં,
મળજો મને આ ભવમાં…
ઓ વીતરાગી રાગ તોડાવો,
વૈરાગીના ભાવ પ્રગટાવો…
રાહ જોઉં… રાહ જોઉં,
પ્રભુ આવશે ને લઇ જાશે (૨ વાર)
हे उपकारी! कृपा वरसावो..
सिद्धशीलाए मने तेडावो…
राह जोउं… राह जोउं,
प्रभु आवशे ने लइ जाशे (२ बार)
जन्मोनी प्रीति मारी आंखो बोले,
आंसुओना सागर छलके
युगयुगना स्वामी तमे हैयुं बोले,
प्रीतमां मारु मनडुं डोले
हैयुं मारु हवे नहि वशमां
ओ भगवंत ! मने पास बोलावो,
सिद्धशीलाए मने तेडावो…
राह जोउं… राह जोउं,
प्रभु आवशे ने लइ जाशे (२ बार)
तारो मारग लागे मने प्यारो प्यारो,
आपो मने वेश तमारो
पाप नथी रे करवा मारे आ जीवनमां,
संयम केरा भाव प्रगटावो.
मारग साचो आ जगमां,
मळजो मने आ भवमां
ओ वीतरागी राग तोडावो,
वैरागीना भाव प्रगटावो…
राह जोउं… राह जोउं,
प्रभु आवशे ने लइ जाशे (२ बार)


