હું તો શેત્રુંજી નદીની પાસે
જાઉં જળ ભરવા,
મારાં હૈયે હરખ ન માય
જાઉં જળ ભરવા…
શીર પર ઈંઢોણી બેડલું
જાઉં જળ ભરવા રે,
જાઉં જળ ભરવા…
હું તો શેત્રુંજી નદીની પાસ
જાઉં જળ ભરવા
મારાં હૈયે હરખ ન માય
જાઉં જળ ભરવા…
મનડું નાચે તનડું નાચે
પહેરી પટોળું અંગ અંગ નાચે
નાચે નાચે મનડું નાચે
મારું હૈયું કરે કલશોર
જાઉં જળ ભરવા…
હું તો શેત્રુંજી નદીની પાસે
જાઉં જળ ભરવા
મારાં હૈયે હરખ ન માય
જાઉં જળ ભરવા…
આદિ જિણંદા પ્યારા મુણીંદા
એના અભિષેક કરવા ચાલી
કરવા ચાલી આદિ જિણંદા
મારા ઝાંઝર કરે રણકાર
જાઉં જળ ભરવા…
હું તો શેત્રુંજી નદીની પાસે
જાઉં જળ ભરવા
મારાં હૈયે હરખ ન માય
જાઉં જળ ભરવા
हुं तो शेत्रुंजी नदीनी पासे
जाउं जळ भरवा,
मारां हैये हरख न माय
जाउं जळ भरवा…
शीर पर ईंढोणी बेडलुं
जाउं जळ भरवा रे,
जाउं जळ भरवा…
हुं तो शेत्रुंजी नदीनी पास
जाउं जळ भरवा
मारां हैये हरख न माय
जाउं जळ भरवा…
मनडुं नाचे तनडुं नाचे
पहेरी पटोळुं अंग अंग नाचे
नाचे नाचे मनडुं नाचे
मारुं हैयुं करे कलशोर
जाउं जळ भरवा…
हुं तो शेत्रुंजी नदीनी पासे
जाउं जळ भरवा
मारां हैये हरख न माय
जाउं जळ भरवा…
आदि जिणंदा प्यारा मुणींदा
एना अभिषेक करवा चाली
करवा चाली आदि जिणंदा
मारा झांझर करे रणकार
जाउं जळ भरवा…
हुं तो शेत्रुंजी नदीनी पासे
जाउं जळ भरवा
मारां हैये हरख न माय
जाउं जळ भरवा