જે કોઈ સિદ્ધગિરિ રાજ ને આરાધશે રે લોલ,
તેની સંપદા મનોહર વાધશે રે લોલ
ગિરિરાજ છે ભવોદધિ તારણો રે લોલ,
મહાપીઠ છે સર્વ દુઃખ તારણો રે લોલ… (૧)
પુંડરીકગિરી છે મનોરથ પૂરણો રે લોલ,
સિદ્ધક્ષેત્ર છે ભવોદધિ ચૂરણો રે લોલ
એનાં એકવીશ નામ છે સોહામણાં રે લોલ,
હું તો વંદન કરી લહું ભામનાં રે લોલ… (૨)
એનાં સાધનથી તપજપ આદરો રે લોલ,
મુનિ સિદ્ધા છે કાંકરે કાંકરે રે લોલ
મુનિરાજજી અનંત મુક્તે ગયા રે લોલ,
સિદ્ધરાજ અવિનાશી થયા રે લોલ… (૩)
તેહનાં નામ લઊ ને વિનંતી કરૂ રે લોલ,
એનાં નામથી પાપ સર્વે હરું રે લોલ
પાંચ પાંડવ ને નારદ મુનિવર રે લોલ,
સેલગ સુરિ સુદર્શન તર્યા રે લોલ… (૪)
વાર પૂરવ નવ્વાણું આદિનાથજી રે લોલ,
સમવસર્યા છે પુંડીક સાથજી રે લોલ
ગિરિ ફરસ્યા ત્રેવીશ જિનરાજજી રે લોલ,
અનશન કીધા અનંત મુનિરાજજી રે લોલ… (૫)
વંદો વંદો મરુદેવી નંદને રે લોલ…
સેવો સેવો, સહુ ઓ સુખકંદને રે લોલ…
વંદો વંદો ઈશ્વાકુ કુલ સૂરને રે લોલ…
પૂજા પૂજો, ઋષભ હજુરને રે લોલ…
વંદો વંદો મરુદેવી નંદ ને રે લોલ… (૬)
जे कोई सिद्धगिरि राज ने आराधशे रे लोल,
तेनी संपदा मनोहर वाधशे रे लोल
गिरिराज छे भवोदधि तारणो रे लोल,
महापीठ छे सर्व दुःख तारणो रे लोल… (१)
पुंडरीकगिरी छे मनोरथ पूरणो रे लोल,
सिद्धक्षेत्र छे भवोदधि चूरणो रे लोल
एनां एकवीश नाम छे सोहामणां रे लोल,
हुं तो वंदन करी लहुं भामनां रे लोल… (२)
एनां साधनथी तपजप आदरो रे लोल,
मुनि सिद्धा छे कांकरे कांकरे रे लोल
मुनिराजजी अनंत मुक्ते गया रे लोल,
सिद्धराज अविनाशी थया रे लोल… (३)
तेहनां नाम लऊ ने विनंती करू रे लोल,
एनां नामथी पाप सर्वे हरुं रे लोल
पांच पांडव ने नारद मुनिवर रे लोल,
सेलग सुरि सुदर्शन तर्या रे लोल… (४)
वार पूरव नव्वाणुं आदिनाथजी रे लोल,
समवसर्या छे पुंडीक साथजी रे लोल
गिरि फरस्या त्रेवीश जिनराजजी रे लोल,
अनशन कीधा अनंत मुनिराजजी रे लोल… (५)
वंदो वंदो मरुदेवी नंदने रे लोल…
सेवो सेवो, सहु ओ सुखकंदने रे लोल…
वंदो वंदो ईश्वाकु कुल सूरने रे लोल…
पूजा पूजो, ऋषभ हजुरने रे लोल…
वंदो वंदो मरुदेवी नंद ने रे लोल… (६)