(રચના : ભારતી ગડા)
જ્યાં સુધી ના મળે મોક્ષ પરમાત્મા
તારો માર્ગ મને, ભવોભવ મળે…
જ્યાં સુધી ના છૂટે કર્મ થી આત્મા
તારું શાસન મને, ભવોભવ મળે
જ્યાં સુધી ના મળે…
આજ-સુધી બધું, મારું ધાર્યું કર્યું,
મન-માની કરી ને અહિત મેં કર્યું
હા અહિત મેં કર્યું…
જ્યાં સુધી ના છૂટે, મારી સ્વ-છંદતા
અનુશાસન તમારું, ભવોભવ મળે
જ્યાં સુધી ના મળે…
આજ-સુધી મેં દેહ નું પોષણ કર્યું,
મારા આત્મ-ગુણો નું મેં શોષણ કર્યું
હા મેં શોષણ કર્યું..
જ્યાં સુધી ના છૂટે, દેહ ની લાલશા
ત્યાગ ધર્મ મને, ભવોભવ મળે
જ્યાં સુધી ના મળે…
દીર્ઘ કાળ વિતાવ્યો મેં અજ્ઞાન માં,
પુરુષાર્થ કર્યો ના સમ્યક જ્ઞાન માં
હા સમ્યક જ્ઞાન માં,
જ્યાં સુધી પ્રગટે ના, મારી સર્વજ્ઞતા
જ્ઞાન સમ્યક મને, ભવોભવ મળે
જ્યાં સુધી ના મળે…
જે જે નસ્વર હતું, એનો રાગ કર્યો,
હિતકારી હતું, એનો ત્યાગ કર્યો
એનો ત્યાગ કર્યો..
જ્યાં સુધી પ્રગટે ના, મુજમાં વીતરાગતા
રાગ તારો મને, ભવોભવ મળે
જ્યાં સુધી ના મળે…
આ-વિરતિ માં કાળ અનંતો ગયો
વિરતિ માં-પુરુષાર્થ ઓછો પડ્યો
કંઈક ઓછો પડ્યો…
જ્યાં સુધી ના વધે, વેદ પુરુષાર્થના
ભાવ વૈભવ મને, ભવોભવ મળે
જ્યાં સુધી ના મળે…
ઘણા પુન્ય ખૂટ્યા ને પ્રભુ ના મળ્યા
કંઈક પુન્ય ફળ્યા ને ગુરુવર મળ્યા
સદ્ ગુરુવર મળ્યા…
જ્યાં સુધી ના મળું, તને પરમાત્મા
સદ્ ગુરુવર મને, ભવોભવ મળે
જ્યાં સુધી ના મળે…
(रचना : भारती गडा)
ज्यां सुधी ना मळे मोक्ष परमात्मा
तारो मार्ग मने, भवोभव मळे…
ज्यां सुधी ना छूटे कर्म थी आत्मा
तारुं शासन मने, भवोभव मळे
ज्यां सुधी ना मळे…
आज-सुधी बधुं, मारुं धार्युं कर्युं,
मन-मानी करी ने अहित में कर्युं
हा अहित में कर्युं…
ज्यां सुधी ना छूटे, मारी स्व-छंदता
अनुशासन तमारुं, भवोभव मळे
ज्यां सुधी ना मळे…
आज-सुधी में देह नुं पोषण कर्युं,
मारा आत्म-गुणो नुं में शोषण कर्युं
हा में शोषण कर्युं..
ज्यां सुधी ना छूटे, देह नी लालशा
त्याग धर्म मने, भवोभव मळे
ज्यां सुधी ना मळे…
दीर्घ काळ विताव्यो में अज्ञान मां,
पुरुषार्थ कर्यो ना सम्यक ज्ञान मां
हा सम्यक ज्ञान मां,
ज्यां सुधी प्रगटे ना, मारी सर्वज्ञता
ज्ञान सम्यक मने, भवोभव मळे
ज्यां सुधी ना मळे…
जे जे नस्वर हतुं, एनो राग कर्यो,
हितकारी हतुं, एनो त्याग कर्यो
एनो त्याग कर्यो..
ज्यां सुधी प्रगटे ना, मुजमां वीतरागता
राग तारो मने, भवोभव मळे
ज्यां सुधी ना मळे…
आ-विरति मां काळ अनंतो गयो
विरति मां-पुरुषार्थ ओछो पड्यो
कंईक ओछो पड्यो…
ज्यां सुधी ना वधे, वेद पुरुषार्थना
भाव वैभव मने, भवोभव मळे
ज्यां सुधी ना मळे…
घणा पुन्य खूट्या ने प्रभु ना मळ्या
कंईक पुन्य फळ्या ने गुरुवर मळ्या
सद् गुरुवर मळ्या…
ज्यां सुधी ना मळुं, तने परमात्मा
सद् गुरुवर मने, भवोभव मळे
ज्यां सुधी ना मळे…