મોડું શાને કરે છે વધુ… ?,
આજ કહી દે પ્રભુ ને બધું
કાળા કર્મોની કાળી કથાનો,
બોજો વેંઢારે શાને હજુ ? ।।૧।।
આજ કહી દે…
જો તું માને હું પાપી નથી,
તો એ તારું અભિમાન છે
તારા ચેહરાના ચિન્હો કહે,
તારો જીવડો પરેશાન છે
નથી સંતાડવા નું ગજુ (૨ વાર)
આજ કહી દે પ્રભુ ને બધું ।।૨।।
તારો આત્મા કબૂલે છે પણ,
બોલી દેતા તું અચકાય છે.
છૂપા રાખેલા મનના ભરમ,
ખોલી દેતા તું ખચકાય છે
નથી સાંભળતું કોઈ બીજું (૨ વાર)
આજ કહી દે પ્રભુ ને બધું ।।૩।।
પ્રભુ પાસે પસ્તાવો કરે,
એના પાપો ઘટી જાય છે.
જાણે મોટી શીલાનું વજન,
માથા પરથી હટી જાય છે
હૈયું થઈ જશે હળવું ઘણું (૨ વાર)
આજ કહી દે પ્રભુ ને બધું ।।૪।।
मोडुं शाने करे छे वधु… ?,
आज कही दे प्रभु ने बधुं
काळा कर्मोनी काळी कथानो,
बोजो वेंढारे शाने हजु ? ।।१।।
आज कही दे…
जो तुं माने हुं पापी नथी,
तो ए तारुं अभिमान छे
तारा चेहराना चिन्हो कहे,
तारो जीवडो परेशान छे
नथी संताडवा नुं गजु (२ बार)
आज कही दे प्रभु ने बधुं ।।२।।
तारो आत्मा कबूले छे पण,
बोली देता तुं अचकाय छे.
छूपा राखेला मनना भरम,
खोली देता तुं खचकाय छे
नथी सांभळतुं कोई बीजुं (२ बार)
आज कही दे प्रभु ने बधुं ।।३।।
प्रभु पासे पस्तावो करे,
एना पापो घटी जाय छे.
जाणे मोटी शीलानुं वजन,
माथा परथी हटी जाय छे
हैयुं थई जशे हळवुं घणुं (२ बार)
आज कही दे प्रभु ने बधुं ।।४।।