હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે,
છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
ઉત્તમ તને જે મળ્યો, ભવ સાધના જ કરવાં,
એને ગુમાવે છે તું, સાધનોને મેળવવા.. (૨ વાર)
રત્નોને ફેકીને તું,પથ્થર વિણી રહ્યો છે,
છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
જેને તું માન તારો, આ ભવ નો છે આ સાથી,
શાને કરે છે તું રાગ, શાને કરે છે મૈત્રી.. (૨ વાર)
આત્માને ભૂલીને તું, કાયા છુથી રહ્યો છે,
છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
શૈષવ વિતી ગયું છે, યૌવન રહ્યું છે વિતી,
આવી રહ્યું છે ઘડપણ, મૃત્યુ રહ્યું છે તાકી.. (૨ વાર)
સમય ને તું ગુમાવી, ધનને લૂટી રહ્યો છે,
છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
સ્વજન, સગાં ને મિત્રો, સહુ એ છે તને વ્હાલાં,
સ્વાર્થ પૂરો જ થાતાં, થઇ જાય છે પરાયા.. (૨ વાર)
પરને પોતાના કરવા, શાને મથી રહ્યો છે,
છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
દર્શન તારું નથી શુદ્ધ, ને જ્ઞાન પણ છે કાચું,
વ્રતમાં ઘણાં છે છિદ્રો, તપ ના કરે તો જાજું.. (૨ વાર)
પાયા વિનાના શાને, મહલ ચડી રહ્યો છે,
છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
જિનરાજ તુજને મળ્યાં, સદ્-ગુરુને તું પામ્યો,
જિનવચન ઉપર સાચો, વિશ્વાસ તે છે કર્યો.. (૨ વાર)
આટલું મળ્યાં પછી તું, હવે શું શોધી રહ્યો છે,
છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે,
છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.
हे जीव जरा सांभळ, तुं शुं करी रह्यो छे,
छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
उत्तम तने जे मळ्यो, भव साधना ज करवां,
एने गुमावे छे तुं, साधनोने मेळववा.. (२ बार)
रत्नोने फेकीने तुं,पथ्थर विणी रह्यो छे,
छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
जेने तुं मान तारो, आ भव नो छे आ साथी,
शाने करे छे तुं राग, शाने करे छे मैत्री.. (२ बार)
आत्माने भूलीने तुं, काया छुथी रह्यो छे,
छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
शैषव विती गयुं छे, यौवन रह्युं छे विती,
आवी रह्युं छे घडपण, मृत्यु रह्युं छे ताकी.. (२ बार)
समय ने तुं गुमावी, धनने लूटी रह्यो छे,
छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
स्वजन, सगां ने मित्रो, सहु ए छे तने व्हालां,
स्वार्थ पूरो ज थातां, थइ जाय छे पराया.. (२ बार)
परने पोताना करवा, शाने मथी रह्यो छे,
छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
दर्शन तारुं नथी शुद्ध, ने ज्ञान पण छे काचुं,
व्रतमां घणां छे छिद्रो, तप ना करे तो जाजुं.. (२ बार)
पाया विनाना शाने, महल चडी रह्यो छे,
छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
जिनराज तुजने मळ्यां, सद्-गुरुने तुं पाम्यो,
जिनवचन उपर साचो, विश्वास ते छे कर्यो.. (२ बार)
आटलुं मळ्यां पछी तुं, हवे शुं शोधी रह्यो छे,
छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
हे जीव जरा सांभळ, तुं शुं करी रह्यो छे,
छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.