કંકોતરી, લખી દઉં, પ્રભુ તારા નામની,
લીખીતન માં કરી દઉ, સહી મારા નામની…
કંકોતરી…
કંકોતરી મળે કે, વળતો જવાબ દેજે;
આવું છું પાછલા પહોરે, ઉત્તર માં એવું કેજે,
દીવડો પ્રગટાવ્યો મેતો, કરો પધરામણી…
લીખીતન…
આવો જો સુરજ થઈ ને, અજવાળું આખે આંજુ;
ઝગમગતા તારા નામે, મનડાને હું તો માજુ,
છાબો ભરી ને રાખી, છલકાતા વ્હાલની…
લીખીતન…
સૂર્ય ઉદય થી માંડી, અમે તો જરુખે બેઠા;
અધીરા-થઈ મારગ માથે, નજરું કરી ને બેઠા,
કસોટી કરો છો કે શું, હૈયા ના ભાવની…
લીખીતન…
कंकोतरी, लखी दउं, प्रभु तारा नामनी,
लीखीतन मां करी दउ, सही मारा नामनी…
कंकोतरी…
कंकोतरी मळे के, वळतो जवाब देजे;
आवुं छुं पाछला पहोरे, उत्तर मां एवुं केजे,
दीवडो प्रगटाव्यो मेतो, करो पधरामणी…
लीखीतन…
आवो जो सुरज थई ने, अजवाळुं आखे आंजु;
झगमगता तारा नामे, मनडाने हुं तो माजु,
छाबो भरी ने राखी, छलकाता व्हालनी…
लीखीतन…
सूर्य उदय थी मांडी, अमे तो जरुखे बेठा;
अधीरा-थई मारग माथे, नजरुं करी ने बेठा,
कसोटी करो छो के शुं, हैया ना भावनी…
लीखीतन…


