કરુણાજલે ઘુઘવી રહયાં સાગર સમા તારા નયન,
મહાતેજથી ચમકી રહ્યાં છે સૂર્ય સમ તારા નયન;
જ્યાં સૌમ્યતા છલકી રહી છે ચંદ્ર સમ તારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧)
હું હિતને દેખું નહિ આ અંધ છે મારા નયન,
અહિતમાં કૂદી પડું આ બંધ છે મારા નયન,
શુભ ભાવને પ્રસવે નહિ આ વન્ધ્ય છે મારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (ર)
અદ્ભુત મનોહર શોભતા જિતમૃગ છે તારા નયન,
સૌંદર્યની હરિફાઇમાં જિતપદ્મ છે તારા નયન;
કીકી અતિશય શ્યામળી જિતભૃંગ છે તારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૩)
પરરુપમાં લંપટ સદા વિરુપ છે મારા નયન,
વિકાર કાલિમા થકી છે શ્યામળા મારા નયન;
અતિ કોધથી જે તગતગે બિહામણાં મારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૪)
કૈવલ્યની સાક્ષી બન્યા દર્પણ સમા તારા નયન,
જો ભવ્યગણ પક્ષી બન્યા તો ગગન સમ તારા નયન;
દર્શન સુધાભક્ષી બનું અમૃતઝરા તારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૫)
અતિ રાગથી રાતા થયા અંગાર સમ મારા નયન,
ને દ્વેષથી દૂષિત બન્યા છે ધૂમ્ર સમ મારા નયન;
વળી મોહથી મેલા બન્યા ઉત્કર સમા મારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૬)
તારા નયન ઉત્સવ બન્યા નાચી રહાં મારા નયન,
તારા નયન વાદળ બન્યા ટહૂંકી રહ્યાં મારા નયન;
તારા નયન છે દીપજ્યોતિ ઝળહળે મારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૭)
અમૃતઝરા તારા નયન અશ્રુભરા મારા નયન,
કરુણાભીના તારા નયન ભાવેભીનાં મારા નયન;
અવિકાર છે તારા નયન અનુરાગી છે મારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૮)
લયલીન તારા નયનમાં અનિમેષ છે મારા નયન,
જલ મીન સંબંધો રચે તારા નયન મારા નયન;
નહીં દીન આ મારા નયન મેં નીરખીયા તારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૯)
જોવા સમું કશું યે નહિ સિવાય કે તારા નયન,
તેથી ટગર જોયા કરે મારા નયન તારા નયન;
તેથી જ બીજે ક્યાંય પણ ઠરતા નથી મારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧૦)
જે રાગમાં લેપાય ના વીતરાગ છે તારા નયન,
ને દ્વેષથી ખરડાય ના વીતદ્વેષ છે તારા નયન;
સમભાવનાથી મઘમદો છે દિવ્યફૂલ તારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧૧)
અજ્ઞાનના અંધારમાં મૂંઝાય છે મારા નયન,
સાચું કશું સૂઝે નહિ અકળાય છે મારા નયન;
તારા નયનનું તેજ ઝંખે આજથી મારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧૨)
તલ્લીન થઇ તુજ આંખમાં પીગળી ગયા મારા નયન,
તુજ તેજને સ્પર્શી કરી ચમકી ગયા મારા નયન;
અંધાર મારો દૂર થયો ઉજળાં થયા મારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧૩)
હૈ, ઋષભ તારી યાદમાં ઝૂરી રહાં માતૃનયન,
હજાર વરસો રોઇ રોઇ સૂઝી ગયા માતૃનયન;
પણ ઋદ્ધિ તારી નીરખતા એ ખૂલી ગયા આંતર નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧૪)
હે, વીર! સંગમની પૂંઠે ભીનાં થયા તારા નયન,
એ દૃશ્ય મનમાં આવતા ભીનાં થયા મારા નયન;
તારા નયનની આકૃતિ નીરખ્યા કરે મારા નયન,
ક્રુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧૫)
તુજ વિરહમાં તડપી રહયા ગૌતમ તણા પ્યારા નયન,
ને અશ્રુધારે વહી રહ્યાં ગૌતમ તણા પ્યારા નયન;
તારી કૃપાથી ઝળહળ્યા ગૌતમ તણા પ્યારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧૬)
તિમિર ટળ્યું મુજ જીવનમાં જોયા થકી તારા નયન,
ખુશીઓ છવાઇ દિલ મહીં જોયા થકી તારા નયન,
આધિ ટળી વ્યાધિ ટળી જોયા થકી તારા નયન,
કરુણારસે અંજન કરો જેથી ખૂલે મારા નયન.. (૧૭)
તારા નયનની એ છબી ઉપસી હવે મારા નયન,
પ્રતિબિંબ રુપે ઝળહળે મુજ નયનમાં તારા નયન;
લાગી રહ્યું તેથી મને નીરખી પ્રભુ તારા નયન,
મારા નયન તારા નયન તારા નયન મારા નયન.. (૧૮)
करुणाजले घुघवी रहयां सागर समा तारा नयन,
महातेजथी चमकी रह्यां छे सूर्य सम तारा नयन;
ज्यां सौम्यता छलकी रही छे चंद्र सम तारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (१)
हुं हितने देखुं नहि आ अंध छे मारा नयन,
अहितमां कूदी पडुं आ बंध छे मारा नयन,
शुभ भावने प्रसवे नहि आ वन्ध्य छे मारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (र)
अद्भुत मनोहर शोभता जितमृग छे तारा नयन,
सौंदर्यनी हरिफाइमां जितपद्म छे तारा नयन;
कीकी अतिशय श्यामळी जितभृंग छे तारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (३)
पररुपमां लंपट सदा विरुप छे मारा नयन,
विकार कालिमा थकी छे श्यामळा मारा नयन;
अति कोधथी जे तगतगे बिहामणां मारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (४)
कैवल्यनी साक्षी बन्या दर्पण समा तारा नयन,
जो भव्यगण पक्षी बन्या तो गगन सम तारा नयन;
दर्शन सुधाभक्षी बनुं अमृतझरा तारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (५)
अति रागथी राता थया अंगार सम मारा नयन,
ने द्वेषथी दूषित बन्या छे धूम्र सम मारा नयन;
वळी मोहथी मेला बन्या उत्कर समा मारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (६)
तारा नयन उत्सव बन्या नाची रहां मारा नयन,
तारा नयन वादळ बन्या टहूंकी रह्यां मारा नयन;
तारा नयन छे दीपज्योति झळहळे मारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (७)
अमृतझरा तारा नयन अश्रुभरा मारा नयन,
करुणाभीना तारा नयन भावेभीनां मारा नयन;
अविकार छे तारा नयन अनुरागी छे मारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (८)
लयलीन तारा नयनमां अनिमेष छे मारा नयन,
जल मीन संबंधो रचे तारा नयन मारा नयन;
नहीं दीन आ मारा नयन में नीरखीया तारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (९)
जोवा समुं कशुं ये नहि सिवाय के तारा नयन,
तेथी टगर जोया करे मारा नयन तारा नयन;
तेथी ज बीजे क्यांय पण ठरता नथी मारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (१०)
जे रागमां लेपाय ना वीतराग छे तारा नयन,
ने द्वेषथी खरडाय ना वीतद्वेष छे तारा नयन;
समभावनाथी मघमदो छे दिव्यफूल तारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (११)
अज्ञानना अंधारमां मूंझाय छे मारा नयन,
साचुं कशुं सूझे नहि अकळाय छे मारा नयन;
तारा नयननुं तेज झंखे आजथी मारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (१२)
तल्लीन थइ तुज आंखमां पीगळी गया मारा नयन,
तुज तेजने स्पर्शी करी चमकी गया मारा नयन;
अंधार मारो दूर थयो उजळां थया मारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (१३)
है, ऋषभ तारी यादमां झूरी रहां मातृनयन,
हजार वरसो रोइ रोइ सूझी गया मातृनयन;
पण ऋद्धि तारी नीरखता ए खूली गया आंतर नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (१४)
हे, वीर! संगमनी पूंठे भीनां थया तारा नयन,
ए दृश्य मनमां आवता भीनां थया मारा नयन;
तारा नयननी आकृति नीरख्या करे मारा नयन,
क्रुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (१५)
तुज विरहमां तडपी रहया गौतम तणा प्यारा नयन,
ने अश्रुधारे वही रह्यां गौतम तणा प्यारा नयन;
तारी कृपाथी झळहळ्या गौतम तणा प्यारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (१६)
तिमिर टळ्युं मुज जीवनमां जोया थकी तारा नयन,
खुशीओ छवाइ दिल महीं जोया थकी तारा नयन,
आधि टळी व्याधि टळी जोया थकी तारा नयन,
करुणारसे अंजन करो जेथी खूले मारा नयन.. (१७)
तारा नयननी ए छबी उपसी हवे मारा नयन,
प्रतिबिंब रुपे झळहळे मुज नयनमां तारा नयन;
लागी रह्युं तेथी मने नीरखी प्रभु तारा नयन,
मारा नयन तारा नयन तारा नयन मारा नयन.. (१८)