રચયિતા: પ.પૂ.આ.ભ. બુદ્ધિસાગર સૂરિજી
જગતના સર્વ જીવોને
અમારા આત્મવત્ માની,
પરસ્પર થયા જે દોષો,
ખમુ છું ને ખમાવુ છું (૧)
અનાદિકાળથી જગમાં
રહી, સર્વ જીવો સાથે
કરી સંતાપના આદિ,
ખમુ છું ને ખમાવુ છું (૨)
જીવોની સાથ આચારે,
જીવોની સાથ વિચારે
ધર્યા જે વેર ને કલેશો,
ખમુ છું ને ખમાવુ છું (૩)
જીવોના સર્વ ભેદોને
ત્રિયોગે રાગ ને દ્વેષે,
હણ્યા હણાવ્યા ધ્વસ્યા,
ખમુ છું ને ખમાવુ છું (૪)
અતીત કાલે ગુન્હા તણી,
માફી દઈ પ્રેમે કરી
ઉદારતા મનની,
ખમુ છું ને ખમાવુ છું (૫)
વિચારે યાદ છે આવે,
વિચારે યાદ ના આવે
જરા ન ચિત્તમાં રાખી,
ખમુ છું ને ખમાવુ છું (૬)
વિરોધીએ કર્યા ગુન્હા,
અમારી યાદમાં આવે
વિરોધી ભાવ મૂકીને,
ખમુ છું ને ખમાવુ છું (૭)
ભલું કરતાં બુરું માની,
પ્રતિપક્ષી બન્યા જેઓ
ચહી માફી જ તેઓની,
ખમુ છું ને ખમાવુ છું (૮)
રહીને વિશ્વમાં કીધાં
કરાવ્યા પાપ અનુમોદ્યા,
બુધ્ધિ સર્વની સાથે
ખમુ છું ને ખમાવુ છું (૯)
रचयिता: प.पू.आ.भ. बुद्धिसागर सूरिजी
जगतना सर्व जीवोने
अमारा आत्मवत् मानी,
परस्पर थया जे दोषो,
खमु छुं ने खमावु छुं (१)
अनादिकाळथी जगमां
रही, सर्व जीवो साथे
करी संतापना आदि,
खमु छुं ने खमावु छुं (२)
जीवोनी साथ आचारे,
जीवोनी साथ विचारे
धर्या जे वेर ने कलेशो,
खमु छुं ने खमावु छुं (३)
जीवोना सर्व भेदोने
त्रियोगे राग ने द्वेषे,
हण्या हणाव्या ध्वस्या,
खमु छुं ने खमावु छुं (४)
अतीत काले गुन्हा तणी,
माफी दई प्रेमे करी
उदारता मननी,
खमु छुं ने खमावु छुं (५)
विचारे याद छे आवे,
विचारे याद ना आवे
जरा न चित्तमां राखी,
खमु छुं ने खमावु छुं (६)
विरोधीए कर्या गुन्हा,
अमारी यादमां आवे
विरोधी भाव मूकीने,
खमु छुं ने खमावु छुं (७)
भलुं करतां बुरुं मानी,
प्रतिपक्षी बन्या जेओ
चही माफी ज तेओनी,
खमु छुं ने खमावु छुं (८)
रहीने विश्वमां कीधां
कराव्या पाप अनुमोद्या,
बुध्धि सर्वनी साथे
खमु छुं ने खमावु छुं (९)


