ખુલ્લા મુક્યા છે મેં તો દીલડાના દ્વાર (૨ વાર),
પ્રભુજી આવોને એકવાર…
મારા જીવનની સુની પગથાર (૨ વાર),
પગલાં પાડોને એકવાર…
પ્રભુજી આવોને એકવાર…
વરસોથી મીટ માંડી વાતડી નિહાળું,
શમણાંની સોડમાં હું તુજને પુકારું,
તુજને વિસરી ના શકુ પલવાર (૨ વાર),
પ્રભુજી આવોને એકવાર…
ખુલ્લા મુક્યા છે મેં તો…
તારા વિના ઉરના આસનીયા ખાલી,
છલકાવી દોને નાથ! કરુણાની પ્યાલી,
તુજને સ્મર્યા કરું વારંવાર (૨ વાર),
પ્રભુજી આવોને એકવાર…
ખુલ્લા મુક્યા છે મેં તો…
અંતરની આરસીમાં રહેજે છબીલા,
મારા રે અંતરમાં તારા જ પગલાં,
તારો જ મહિમા છે અપરંપાર (૨ વાર),
પ્રભુજી આવોને એકવાર…
ખુલ્લા મુક્યા છે મેં તો…
खुल्ला मुक्या छे में तो दीलडाना द्वार (२ वार),
प्रभुजी आवोने एकवार…
मारा जीवननी सुनी पगथार (२ बार),
पगलां पाडोने एकवार…
प्रभुजी आवोने एकवार…
वरसोथी मीट मांडी वातडी निहाळुं,
शमणांनी सोडमां हुं तुजने पुकारुं,
तुजने विसरी ना शकु पलवार (२ बार),
प्रभुजी आवोने एकवार…
खुल्ला मुक्या छे में तो…
तारा विना उरना आसनीया खाली,
छलकावी दोने नाथ! करुणानी प्याली,
तुजने स्मर्या करुं वारंवार (२ बार),
प्रभुजी आवोने एकवार…
खुल्ला मुक्या छे में तो…
अंतरनी आरसीमां रहेजे छबीला,
मारा रे अंतरमां तारा ज पगलां,
तारो ज महिमा छे अपरंपार (२ बार),
प्रभुजी आवोने एकवार…
खुल्ला मुक्या छे में तो…


