લગની લાગી છે કે અગની જાગી છે
તારા મિલન ની પ્રભુ… (૨ વાર)
પલે પલ ઝંખ્યા કરૂ તને
પલે પલ નીરખ્યા કરૂ તને
કે લગની લાગી છે કે અગની જાગી છે
તારા મિલન ની પ્રભુ…
જાય ભલે જન્મારો પણ ધીરજ હું ન હારુ.. (૨)
મરવાની વેળાએ પણ તારૂ નામ પુકારૂ.. (૨)
જીવૂ હું જ્યા સુધી ત્યા સુધી સમર્યા કરું તને
લગની લાગી છે…
હળવા – હળવા હાલે આ હૈય્યા ના ધબકારા.. (૨)
ઘડીયે – ઘડીયે દિલ મા વાગે તારા ભણકારા.. (૨)
અંતર ના ગોખમા કલ્પ્યા કરું તને
લગની લાગી છે…
ઘેલુ લાગ્યુ મુજને હું ક્યારે તુજને ભેટું.. (૨)
તારા પાવન ખોળે મીઠી નીંદરમા લેટુ.. (૨)
શમણામાં રોજ હું રોજ હું નિરખ્યા કરું તને
લગની લાગી છે…
लगनी लागी छे के अगनी जागी छे
तारा मिलन नी प्रभु… (२ वार)
पले पल झंख्या करू तने
पले पल नीरख्या करू तने
के लगनी लागी छे के अगनी जागी छे
तारा मिलन नी प्रभु…
जाय भले जन्मारो पण धीरज हुं न हारु.. (२)
मरवानी वेळाए पण तारू नाम पुकारू.. (२)
जीवू हुं ज्या सुधी त्या सुधी समर्या करुं तने
लगनी लागी छे…
हळवा – हळवा हाले आ हैय्या ना धबकारा.. (२)
घडीये – घडीये दिल मा वागे तारा भणकारा.. (२)
अंतर ना गोखमा कल्प्या करुं तने
लगनी लागी छे…
घेलु लाग्यु मुजने हुं क्यारे तुजने भेटुं.. (२)
तारा पावन खोळे मीठी नींदरमा लेटु.. (२)
शमणामां रोज हुं रोज हुं निरख्या करुं तने
लगनी लागी छे…


