(રચના : રાજસુંદર વિજયજી મહારાજ)
સ્નેહના સ્વસ્તિક સાથે લખું છું કંકોતરી
કંકોતરીમાં મારી ભાવના મેં કોતરી…
અંતરના અહોભાવથી આપું છું તમને નોતરું,
અંતરમાં અહોભાવ છે તો ભવ કેમ હું નો-તરું?
વહેલા વહેલા પધારજો આમંત્રણ આપું આગોતરું,
દેવ-ગુરુકૃપાથી ભવ-સિંધુ થશે ગંગોતરી…
સુખ-શાતાના સાથિયા… કલ્યાણનાં કેસર-છાંટણા,
નિર્વાણની નાડાછડી… આનંદના અક્ષત વધામણાં,
સદ્ભાવ-સોનાના ફૂલડાં… પવિત્રતાના પાંદડાં,
કૈવલ્યની કંકાવટી… દિવ્યતાના દિવડા,
સેવાના સાફા પહેરી… માંગલ્યનો મોતિયન હાર,
તત્ત્વપ્રેમનું તિલક કરીને… ખંતના ખેસને ધાર ધાર,
શાસન-સ્નેહનો શંખનાદ… શ્રદ્ધાની ગુંજે શરણાઈ,
આમંત્રણની આજ પળ આઈ…
આમંત્રણની આજ પળ આઈ…
(रचना : राजसुंदर विजयजी महाराज)
स्नेहना स्वस्तिक साथे लखुं छुं कंकोतरी
कंकोतरीमां मारी भावना में कोतरी…
अंतरना अहोभावथी आपुं छुं तमने नोतरुं,
अंतरमां अहोभाव छे तो भव केम हुं नो-तरुं?
वहेला वहेला पधारजो आमंत्रण आपुं आगोतरुं,
देव-गुरुकृपाथी भव-सिंधु थशे गंगोतरी…
सुख-शाताना साथिया… कल्याणनां केसर-छांटणा,
निर्वाणनी नाडाछडी… आनंदना अक्षत वधामणां,
सद्भाव-सोनाना फूलडां… पवित्रताना पांदडां,
कैवल्यनी कंकावटी… दिव्यताना दिवडा,
सेवाना साफा पहेरी… मांगल्यनो मोतियन हार,
तत्त्वप्रेमनुं तिलक करीने… खंतना खेसने धार धार,
शासन-स्नेहनो शंखनाद… श्रद्धानी गुंजे शरणाई,
आमंत्रणनी आज पळ आई…
आमंत्रणनी आज पळ आई…


