(રચના : પૂજ્ય મુનિ ભગવંત)
વીર થઈ મહાવીરના પથપર તું સંચરજે
વીરનું શરણું લઈ વીરતાથી ડગ ભરજે
મારા બાલ છે તને વંદન…
મારા બાલ છે અભિનંદન…
‘ગણધરો’ ને ‘સૂરિવરો’નું સત્ત્વ માંગી લે
આ સફર અંતિમ બને એ ટેક ધારી લે
મારા બાલ છે તને વંદન…
મારા બાલ છે અભિનંદન…
મહાત્યાગી બની, નિરાગી બની
તું કર્મસંગ્રામે ચડે
પળપળ છે વિકટ, આ યુદ્ધભીષણ
સાવધાન બની લડજે (૩)
‘દેવ-ગુરુકૃપા’ સતત તુજ સાથમાં રહેશે
ને શુભાભિલાષ મારી તુજને બળ દેશે…
મારા બાલ…
એવી શુભપળે, કરું તિલક તને
જય જય તું વિજય વરજે
ના રાગ નડે, ના દ્વેષ નડે
ભવબંધન તું દૂર કરજે (૩)
હૈયે પથ્થર રાખી તુજને હું વળાવું છું
હું જ જાણું છું હું આજે શું ગુમાવું છું…
મારા બાલ…
‘ગુણ-કીર્તિ’ વરે, ભવસફળ કરે
‘દિવ્ય’ આશિષ આપું તને
આખા કુળને રે, અજવાળ્યું છે તેં
મારો ભવપણ ઉજાળ્યો તેં (૩)
જા તને બોલાવે તારી વિરતિની દુનિયા
તારા વિણ સુની થઈ છે મારી આ દુનિયા…
મારા બાલ…
(रचना : पूज्य मुनि भगवंत)
वीर थई महावीरना पथपर तुं संचरजे
वीरनुं शरणुं लई वीरताथी डग भरजे
मारा बाल छे तने वंदन…
मारा बाल छे अभिनंदन…
‘गणधरो’ ने ‘सूरिवरो’नुं सत्त्व मांगी ले
आ सफर अंतिम बने ए टेक धारी ले
मारा बाल छे तने वंदन…
मारा बाल छे अभिनंदन…
महात्यागी बनी, निरागी बनी
तुं कर्मसंग्रामे चडे
पळपळ छे विकट, आ युद्धभीषण
सावधान बनी लडजे (३)
‘देव-गुरुकृपा’ सतत तुज साथमां रहेशे
ने शुभाभिलाष मारी तुजने बळ देशे…
मारा बाल…
एवी शुभपळे, करुं तिलक तने
जय जय तुं विजय वरजे
ना राग नडे, ना द्वेष नडे
भवबंधन तुं दूर करजे (३)
हैये पथ्थर राखी तुजने हुं वळावुं छुं
हुं ज जाणुं छुं हुं आजे शुं गुमावुं छुं…
मारा बाल…
‘गुण-कीर्ति’ वरे, भवसफळ करे
‘दिव्य’ आशिष आपुं तने
आखा कुळने रे, अजवाळ्युं छे तें
मारो भवपण उजाळ्यो तें (३)
जा तने बोलावे तारी विरतिनी दुनिया
तारा विण सुनी थई छे मारी आ दुनिया…
मारा बाल…



