મારા હૈયે વિરાજતા આદિનાથજી,
જિનવરજી, મહાવીરજી
જેના દર્શન કરીને થયું પાવન આ મન
જેના મુખડાં ને જોઈ બન્યું જીવન આ ધન્ય
મારા વીર રે પ્રભુ… મારા હૈયે…
હું તો વીર પ્રભુજીની ભક્તિ રે કરું
મારું જીવન આખું એના ચરણે ધરું
તારા મુખડાં ને જોઈ દાદા નમન કરું,
મારું મોહી લીધું મન… મારા હૈયે…
હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી
હવે સાંભળજો દાદા મારે ભીડ રે પડી
તારી આંખોમાં જોઈ છે મેં તો પ્રેમની જડી,
મારા તારણતરણ… મારા હૈયે…
મારો આતમ બન્યો છે આજ બડભાગી
મેં તો હૈયા મેલ્યાં છે આજ શણગારી
તમે વહેલા પધારો ઉરના આંગણીયે
મારા વીર રે પ્રભુ… મારા હૈયે…
मारा हैये विराजता आदिनाथजी,
जिनवरजी, महावीरजी
जेना दर्शन करीने थयुं पावन आ मन
जेना मुखडां ने जोई बन्युं जीवन आ धन्य
मारा वीर रे प्रभु… मारा हैये…
हुं तो वीर प्रभुजीनी भक्ति रे करुं
मारुं जीवन आखुं एना चरणे धरुं
तारा मुखडां ने जोई दादा नमन करुं,
मारुं मोही लीधुं मन… मारा हैये…
हुं तो नाम रटण करुं घडी रे घडी
हवे सांभळजो दादा मारे भीड रे पडी
तारी आंखोमां जोई छे में तो प्रेमनी जडी,
मारा तारणतरण… मारा हैये…
मारो आतम बन्यो छे आज बडभागी
में तो हैया मेल्यां छे आज शणगारी
तमे वहेला पधारो उरना आंगणीये
मारा वीर रे प्रभु… मारा हैये…


