(રચના : ભારતીબેન ગડા)
(રાગ : ઇક પ્યાર કા નગમા હૈ)
મારા હૃદય સિંહાસન પર, પ્રભુ ! તુજ બિરાજે છે,
મને હર-ક્ષણ એવું લાગે, કે તું મારી જ પાસે છે…
ભલે આવે-સમય કપરો, હું મોત-નહીં માંગુ,
જીવનની-આ જંગ ભલે, એમા હાર નહીં માનું,
તું મારો સાર થી છે, હું તારે ઈશારે છું,
હવે હારૂં હું તો શાને, તું જો મારી જ માથે છે…
મારા હૃદય… ૧
તે જે જે કહ્યું કરવા, આ ભવમાં જ કરવું છે,
તારી આજ્ઞા પાળી ને, ભવ પાર ઉતરવું છે,
તું મારો ખેવૈયો છે, હું તારે સહારે છું,
હવે ડૂબવું મારે શાને, તું જો મારી જ સાથે છે…
મારા હૃદય… ૨
તારા પંથે વિચરવામાં, હું સત્વ નહીં હારું,
ભલે આવે કસોટી લાખ, તારો માર્ગ નહીં ત્યાગું,
તું પથ દર્શક મારો, હું તારો પ્રવાસી છું,
હવે ભૂલો પડું શાને, તું જો મારી સમીપે છે…
મારા હૃદય… ૩
કુદરત જે કરાવે તે, મને મંજૂર છે સઘળું,
ભલે આવે પ્રતિકુળતા, હું લઈશ બધું સવળુ,
મને શાસન મળ્યું તારુ, હું સદા તારો ઋણિ છું,
હવે ડરવું મારે શાને, તું જો મારી જ પડખે છે…
મારા હૃદય… ૪
(रचना : भारतीबेन गडा)
(राग : इक प्यार का नगमा है)
मारा हृदय सिंहासन पर, प्रभु ! तुज बिराजे छे,
मने हर-क्षण एवुं लागे, के तुं मारी ज पासे छे…
भले आवे-समय कपरो, हुं मोत-नहीं मांगु,
जीवननी-आ जंग भले, एमा हार नहीं मानुं,
तुं मारो सार थी छे, हुं तारे ईशारे छुं,
हवे हारूं हुं तो शाने, तुं जो मारी ज माथे छे…
मारा हृदय… १
ते जे जे कह्युं करवा, आ भवमां ज करवुं छे,
तारी आज्ञा पाळी ने, भव पार उतरवुं छे,
तुं मारो खेवैयो छे, हुं तारे सहारे छुं,
हवे डूबवुं मारे शाने, तुं जो मारी ज साथे छे…
मारा हृदय… २
तारा पंथे विचरवामां, हुं सत्व नहीं हारुं,
भले आवे कसोटी लाख, तारो मार्ग नहीं त्यागुं,
तुं पथ दर्शक मारो, हुं तारो प्रवासी छुं,
हवे भूलो पडुं शाने, तुं जो मारी समीपे छे…
मारा हृदय… ३
कुदरत जे करावे ते, मने मंजूर छे सघळुं,
भले आवे प्रतिकुळता, हुं लईश बधुं सवळु,
मने शासन मळ्युं तारु, हुं सदा तारो ऋणि छुं,
हवे डरवुं मारे शाने, तुं जो मारी ज पडखे छे…
मारा हृदय… ४


