મારા વ્હાલા પ્રભુ ક્યારે મળશો મને,
મારી આશા પૂરી ક્યારે કરશો તમે….
કરુણાસાગર તમારું છે બિરુદ પ્રભુ,
કરુણા કરશો તમે એક જ આશ ધરું (૨ વાર),
કરુણાસાગર બની ક્યારે આવશો તમે
મારી આશા પૂરી ક્યારે કરશો તમે
મારા વ્હાલા પ્રભુ…
મારી કબુલાત છે કે પતિત છું હું,
પણ પતિતો ને તારનારો એક જ તું (૨ વાર),
પતિત પાવન બની ક્યારે આવશો તમે,
મારી આશા પૂરી ક્યારે કરશો તમે
મારા વ્હાલા પ્રભુ…
તુજને નિરખી શકુ એવી દ્રષ્ટિ તું દે,
તુજને ઓળખી શકુ એવી શક્તિ તું દે (૨ વાર),
તારી છાયા ને માયામાં રહેવું ગમે,
મારી આશા પૂરી ક્યારે કરશો તમે
મારા વ્હાલા પ્રભુ…
मारा व्हाला प्रभु क्यारे मळशो मने,
मारी आशा पूरी क्यारे करशो तमे….
करुणासागर तमारुं छे बिरुद प्रभु,
करुणा करशो तमे एक ज आश धरुं (२ बार),
करुणासागर बनी क्यारे आवशो तमे
मारी आशा पूरी क्यारे करशो तमे
मारा व्हाला प्रभु…
मारी कबुलात छे के पतित छुं हुं,
पण पतितो ने तारनारो एक ज तुं (२ बार),
पतित पावन बनी क्यारे आवशो तमे,
मारी आशा पूरी क्यारे करशो तमे
मारा व्हाला प्रभु…
तुजने निरखी शकु एवी द्रष्टि तुं दे,
तुजने ओळखी शकु एवी शक्ति तुं दे (२ बार),
तारी छाया ने मायामां रहेवुं गमे,
मारी आशा पूरी क्यारे करशो तमे
मारा व्हाला प्रभु…


