મારી આજ ની ઘડી છે રળિયામણી
હાં રે… મને વ્હાલો મળ્યાની વધામણીજી રે
મારી…
હાં રે હું તો ધ્યાન ધરું છું પ્રભુ તારું
હાં રે મારા અંતરમાં થયું અજવાળુંજી રે
મારી…
હાં રે મેં તો મોતીના સાથિયા પુરાવીયા
હાં રે મેં તો પ્રેમે પ્રભુને વધાવીયાજી રે
મારી…
હાં રે તારી ભક્તિ કરવાને કાજ આવીયો
હાં રે તારા દર્શન કરવાને આજ આવીયો
મારી…
मारी आज नी घडी छे रळियामणी
हां रे… मने व्हालो मळ्यानी वधामणीजी रे
मारी…
हां रे हुं तो ध्यान धरुं छुं प्रभु तारुं
हां रे मारा अंतरमां थयुं अजवाळुंजी रे
मारी…
हां रे में तो मोतीना साथिया पुरावीया
हां रे में तो प्रेमे प्रभुने वधावीयाजी रे
मारी…
हां रे तारी भक्ति करवाने काज आवीयो
हां रे तारा दर्शन करवाने आज आवीयो
मारी…


