(રચના : ડૉ. વિરાજ શાહ – અમદાવાદ)
મારા શૈશવમાં લઇને દાદા ને દ્વાર
મારી માતાએ કીધો મુજ પર એવો ઉપકાર..
મારા જીવનમાં દઇ ને તારો આધાર,
મારી માતાએ કીધો મુજ પર એવો ઉપકાર..
લગની લગાડી એક એવી આ મનમાં
સુવિધિ સુવિધિ જપી રહેતો આનંદમાં..
નામે એક ઘેલો કીધો નાની આ વયમાં (૨)
મારા અંતરમાં ગૂંજે તારો ધબકાર..
મારી માતાએ… (૧)
જાપ એક એવો બળિયો, બાકી સહુ ફોક છે,
જીવતર સુધારે એવો સક્ષમ આ શ્લોક છે.
એના પ્રભાવે જગમાં હરખાતા લોક છે (૨)
દિવો લઇને હણ્યો કાળો અંધકાર…
મારી માતાએ… (૨)
શાસનની સેવા કાજે શક્તિ તું દેજે,
પરભવ સુધારે એવી ભક્તિ તું દેજે.
માતાની મમતામાંથી મુક્તિ તું દેજે (2)
ક્યારે બનીશ તારો સાચો અણગાર…
મારી માતાએ… (૩)
(रचना : विराज शाह – अहमदाबाद)
मारा शैशवमां लइने दादा ने द्वार
मारी माताए कीधो मुज पर एवो उपकार..
मारा जीवनमां दइ ने तारो आधार,
मारी माताए कीधो मुज पर एवो उपकार..
लगनी लगाडी एक एवी आ मनमां
सुविधि सुविधि जपी रहेतो आनंदमां..
नामे एक घेलो कीधो नानी आ वयमां (२)
मारा अंतरमां गूंजे तारो धबकार..
मारी माताए… (१)
जाप एक एवो बळियो, बाकी सहु फोक छे,
जीवतर सुधारे एवो सक्षम आ श्लोक छे.
एना प्रभावे जगमां हरखाता लोक छे (२)
दिवो लइने हण्यो काळो अंधकार…
मारी माताए… (२)
शासननी सेवा काजे शक्ति तुं देजे,
परभव सुधारे एवी भक्ति तुं देजे.
मातानी ममतामांथी मुक्ति तुं देजे (2)
क्यारे बनीश तारो साचो अणगार…
मारी माताए… (३)

