મારો ધન્ય બન્યો આજે અવતાર
કે મળ્યા મને પરમાત્મા..
હે કરું મોંધો ને મીઠો સત્કાર
કે મળ્યા મને પરમાત્મા..
મારો ધન્ય બન્યો…
શ્રદ્ધાના લીલુડાં તોરણ બંધાવું
ભક્તિના રંગોથી આંગણ સજાવું
હો.. સજે હૈયું સોનેરી શણગાર
કે મળ્યા મને પરમાત્મા..
પ્રીતિનાં મધમધતાં ફૂલડે વધાવું
સંસ્કારે ઝળહળતા દીવડા પ્રગટાવું
હો.. કરે મનનો મોરલીયો ટહુકાર
કે મળ્યા મને પરમાત્મા..
ઉરના આસનીયે હું તો પ્રભુને પધરાવું
જીવન આખું તારા ચરણે બીછાવું
હો.. હવે થાશે આતમનો ઉદ્ધાર
કે મળ્યા મને પરમાત્મા..
मारो धन्य बन्यो आजे अवतार
के मळ्या मने परमात्मा..
हे करुं मोंधो ने मीठो सत्कार
के मळ्या मने परमात्मा..
मारो धन्य बन्यो…
श्रद्धाना लीलुडां तोरण बंधावुं
भक्तिना रंगोथी आंगण सजावुं
हो.. सजे हैयुं सोनेरी शणगार
के मळ्या मने परमात्मा..
प्रीतिनां मधमधतां फूलडे वधावुं
संस्कारे झळहळता दीवडा प्रगटावुं
हो.. करे मननो मोरलीयो टहुकार
के मळ्या मने परमात्मा..
उरना आसनीये हुं तो प्रभुने पधरावुं
जीवन आखुं तारा चरणे बीछावुं
हो.. हवे थाशे आतमनो उद्धार
के मळ्या मने परमात्मा..


